ફાઇઝર-એસ્ટ્રાઝેનેકાની વેક્સિનથી એન્ટિબોડીમાં શું ફેરફાર થાય છે ? ઘટાડો કે વધારો થાય છે ?

www.mrreporter.in
Spread the love

હેલ્થ, મિ.રિપોર્ટર, 28મી જુલાઈ

કોરોના સામે રક્ષણ મેળવવા ફાઈઝર તેમજ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન લેવામાં આવી હોય તો ૨ કે ૩ મહિના પછી એન્ટિબોડી લેવલ ઘટી શકે છે, એટલું નહિ પણ 10 અઠવાડિયા પછી એન્ટીબોડી માં ૫૦ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે એમ લાન્સેટનાં અભ્યાસમાં બહાર આવ્યું છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

જો કે ફાઈઝર તેમજ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન જે વ્યક્તિઓએ લીધી છે તેમને શરૃઆતનાં બે કે ત્રણ મહિનામાં એન્ટિબોડી વિપુલ પ્રમાણમાં વધતી હોવાનું જણાયું છે. પરંતુ ફાઈઝરની વેક્સિન લીધા પછી ૨૧ થી ૪૧ દિવસ પછી એન્ટિબોડીમાં મિલીલિટરદીઠ ૭૫૦૬ યુનિટ્સનો અને ૭૦ કે તેથી વધુ દિવસ પછી ૩૩૨૦ યુનિટનો ઘટાડો થાય છે.જ્યારે એસ્ટ્રાઝેનેકાની વેક્સિનમાં ૨૦ દિવસ પછી એન્ટિબોડીમાં મિલીલિટરદીઠ ૧૨૦૧ થી ૭૦ કે તેથી વધુ દિવસમાં ૧૯૦ યુનિટ સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

યુકેની યુનિવર્સિટી કોલેજ  લંડન ના સંશોધકે જણાવવામાં આવ્યું છે કે, લંડન કોલેજનો અભ્યાસ જણાવે છે કે, ફાઈઝરની વેક્સિન ના બે ડોઝ લીધા પછી વ્યક્તિનાં એન્ટીબોડી માં જબરદસ્ત વધારો થાય નોંધવામાં આવ્યો છે.તેની સરખામણીમાં એસ્ટ્રાઝેનેકાની ભારતમાં કોવિશીલ્ડ તરીકે ઓળખાતી વેક્સિનના બે ડોઝ લેવાથી એન્ટિબોડીમાં મોટાપાયે વધારો થતો હોવાનું જણાયું નથી. જેમને કોરોના થયો હોય તેનાં કરતાં જેમને કોરોના ન થયો હોય તેવા વેક્સિન લીધેલા લોકોમાં એન્ટિબોડીમાં વધુ વધારો થતો જોવા મળ્યો છે. એન્ટિબોડીમાં ઘટાડો દરેક વ્યક્તિ મુજબ બદલાઈ શકે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.