બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજુ થયેલા મહત્વના મુદ્દા… કયા છે, કોને લાભ ?

બજેટ – નવી દિલ્હી, મી. રિપોર્ટર, 5 મી જુલાઈ.

મોદી સરકાર બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજુ કરવામાં આવ્યું છે. આ નાણામંત્રી નિર્મલા સીતારામણનું આ પ્રથમ બજેટ છે. તેઓ આજે બજેટ કોઈ સૂટકેસમાં નહી, પરંતુ બજેટના કાગળોને લાલ કપડામાં વીંટીને લાવ્યા હતા. જાણો આ બજેટના મહત્વના મુદ્દાઓ કયા છે અને તેનો કોને લાભ મળશે.

(૧) મિડલ ક્લાસ માટે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે રૂ. ૪૫ લાખનું ઘર ખરીદવા પર વધારાની રૂ.૧.૫ લાખની છુટ આપવામાં આવશે. હાઉસિંગ લોનના વ્યાજ પર મળતી કુલ છુટ હવે ૨ લાખથી વધીને રૂ. 3.૫ લાખ થઈ ગઈ છે.

(૨) પેટ્રોલ-ડીઝલ પર રૂ.૧ એકસાઈઝ ડ્યુટી વધારવામાં આવી. તેમજ સોનું અને અન્ય કિંમતી ધાતુઓ પર કસ્ટમ ડ્યુટી ૧0 ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવી.

(૩)બેન્ક ખાતામાંથી વર્ષે રૂ.૧ કરોડથી વધુ કેશ ઉપાડવામાં આવેતો ૨ ટકા ટીડીએસ ચૂકવવો પડશે. સરકારે રોકડાની લેવડદેવડને નાબુદ કરવા મારે આ પગલું ભર્યું છે.

(૪) જેમની પાસે પાન કાર્ડ નથી તેમને સરકારે મોટી રાહત આપી છે. હવે જે જગ્યાએ પાન કાર્ડની માહિતી માંગવામાં આવશે ત્યાં આધાર નંબર આપીને કામ પૂરૂ કરી શકાશે.

(૫)ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે જો લોન લેવામાં આવી છે તો તેનુ વ્યાજ ચુકવવા પર ઇન્કમટેક્ષમાં રૂ.૧.૫ લાખની વધારાની છુટ મળશે.

(૬) રૂ.૫૦ કરોડ સુુુુધી નું જ ટર્નઓવર ધરાવતાં વેપારીઓ હવે  ગ્રાહકો પાસેથી એમડીઆર ચાર્જ હવે નહિ વસુલી શકે.

(૭) રૂ.૨ કરોડથી ૫ કરોડની વાર્ષિક આવક ધરાવનારા પર ટેક્સ 3 ટકા અને રો.૫ કરોડથી વધુ આવક ધરાવનારા પર ટેક્સ વધારીને ૭ ટકા કરવામાં આવશે.