સોફ્ટ સ્કિલ્સ શું છે? તમારી સફળતામાં શું મહત્વ ધરાવે છે ?

Spread the love

મંથન

(હવે થી માત્ર દર મંગળવારે )

લેખિકા : ભૂમિકા પાઠક

સોફ્ટ સ્કિલ્સ એટલે વ્યક્તિના સોશ્યિલ, કોમ્યુનિકેશન અને લીડરશીપ જેવા ગુણો અને વ્યક્તિનું બૌદ્ધિક અને સામાજિક વલણ જે એમને લોકો સાથે અસર કારક રીતે વાતચિત કરવા અને યોગ્ય રીતે કામગીરી કરવા માટે સક્ષમ બનાવે છે.

આજના કોમ્પિટિશન ના જમાના માં માત્ર ટેક્નિકલ સ્કિલ્સ પર્યાપ્ત નથી, બીજા લોકો થી અલગ તરી આવવા અને વ્યવહારિક કુશળતા સફળ કારકિર્દી માટે ખુબ જ આવશ્યક છે, બિઝનેશ કે જોબ માં તમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો સાથે કામ કરવાનું અને ઘણી વાર કામ લેવાનું થતું હોય છે આવા સમયે તમારા સોફ્ટ સ્કિલ્સ તમને મદદરૂપ થઇ શકે છે, તેમ છતાં મોટા ભાગ ના લોકો સોફ્ટ સ્કિલ્સ કેળવવા માટે પૂરતા જાગૃત નથી.

તાજેતરમાં જ ગૂગલના તેમની પોતાની જ સંસ્થાની ભરતી, ફાયરિંગ અને પ્રોમોશન ડેટાના અભ્યાસમા સોફ્ટ સ્કિલ્સને સૌથી વધુ મહત્વ આપ્યું છે.

કેટલાક સોફ્ટ સ્કિલ્સ અને તેનું મહત્વ….

પ્રોબ્લેમ સોલવિંગ – મોટા ભાગના લોકો કોઈ પણ સંજોગો માં સમસ્યાને સમજી ને ઉપાય શોધવા ને બદલે ઝડપ થી હતાશ થઇ જતા હોય છે પણ જટિલ સમસ્યા નો ઉકેલ લાવવા કે અંકુશ લાવવા સમસ્યા નું મૂળ કારણ શોધી તેનું નિરાકરણ લાવવું તે એક ખુબ જ અગત્યની આવડત છે જે કોઈ પણ વ્યક્તિની કારકિર્દી કે બિઝનેસના સર્વાંગી વિકાસ માં વધારો કરે છે.

પર્સનલ ગ્રુમિંગ – પર્સનલ ગ્રુમિંગ એટલે કે વ્યક્તિગત માવજત જેમાં પર્સનલ હાઇજીન,તમારી ત્વચાને અનુલક્ષીને મેક અપ, હેર સ્ટાઇલ, પરફયૂમ વગેરે નો સમાવેશ થાય છે, પર્સનલ ગ્રુમિંગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે અનેતમારો આત્મા વિશ્વાસ તમારું પ્રતિનિધિત્વ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, ઘણા લોકો પર્સનલ હાઇજીન પાર ખાસ
ધ્યાન આપતા નથી જે તમારી એક ખરાબ ઇમેજ ઉભી કરે છે.

કોમ્યુનિકેશન – મોટા ભાગના લોકો માં કોમ્યુનિકેશન સ્કિલ્સ નો અભાવ જોવા મળે છે, કોમ્યુનિકેશન એટલે તમારા વિચારો જ્ઞાન કે માહિતી ને શ્રેષ્ઠ રીતે રજુ કરવી, કોમ્યુનિકેશન સ્કિલ્સ માત્ર માહિતી કે વિચારો ને શેર કરવાની સાથે સાથે રિલેશનશિપ ને મેઇન્ટેન કરવામાં પણ ખુબ જ ઉપયોગી છે, સારા કૉમ્યૂનિકેશન ના અભાવ ના કારણે પર્સનલ અને
પ્રોફેશનલ લાઈફમાં ગેર સમજ ઉત્પન્ન થાય છે, કૉમ્યૂનિકેશન સ્કિલ્સમાં નોન વર્બલ કૉમ્યૂનિકેશન પણ મહત્વના છે જેમ કે આઈ કોન્ટેક્ટ, બોડી લેન્ગવેજ, હેન્ડ શેક જે વર્બલ કૉમ્યૂનિકેશન જેટલો જ અગત્યનો ભાગ ભજવે છે.

લીડરશીપ – કોઈ પણ પોઝિશન મેળવ્યા પછી તેને ટકાવી રાખવું પણ એટલું જ મહત્વ ધરાવે છે, તમારા માર્ક્સ, ગ્રેડસઅને અચિવમેન્ટ્સ તમને એક ચોક્કસ હોદ્દા સુધી લઇ જશે, પણ હવે ખરું કામ છે એ હોદ્દા ને યોગ્ય રીતે નિભાવવું, અને ઘણી વાર લીડર બનવા માટે કોઈ હોદ્દા સુધી પહોંચવું પણ જરૂરી નથી તમે તમારા ફ્રેન્ડ્સ સર્કલમા, ફેમેલીમાં કે તમારી
આસ પાસ ના લોકોમા પણ લીડર બની શકો છો લીડરશીપ એટલે યોગ્ય સમયે સર્વોચ્ચ નિર્ણય લેવાની ક્ષમતા જે લોકો નેતમારા નિર્ણયો સાથે અને અને કોઈ પણ ઉદ્દેશ પૂર્ણ કરવા માટે સહમત કરી શકે.