MLA શ્રીમતી મનીષા વકીલે વડોદરા શહેરના લોકોને શું સલાહ આપી ? જુઓ વિડીયો ?

Spread the love

રાજનીતિ- વડોદરા, મિ.રિપોર્ટર, ૩૦મી માર્ચ.  

સમગ્ર દેશમાં કોરોના વાઈરસ નો કહેર જારી છે. કોરોના વાઈરસ નો ત્રીજો તબક્કો શરૂ થવાનો છે. ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વખત  વધુ સાવધાની રાખવાની જરૂર છે તેવી અપીલ સોશિયલ મીડિયા પર કરી છે.  21 દિવસના લોક ડાઉનમાં દેશવાસીઓને ઘરમાં રહેવાની અપીલ કરી છે. લોક ડાઉનમાં  દેશવાસીઓને અનાજ, દૂધ, શાકભાજી સહિતની વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવી છે. 

આમ છતાય ઘણા લોકો ઘરની બહાર લટાર મારવા નીકળીને ખુલ્લેઆમ લોક ડાઉન નો ભંગ કરી રહ્યા છે. લોકો ઘરમાં બેસી રહે તે માટે કેન્દ્ર સરકારે દૂરદર્શન નેશનલ પર રામાયણ અને દૂરદર્શન ભારતી પર મહાભારત સીરીયલ બતાવવાનું શરુ કર્યું છે.  આવા શહેરીજનો લોક ડાઉન કાયદાનું પાલન કરે, અફવાઓ થી દુર રહે અને કોરોના વાઈરસ થી બચે તે માટે વડોદરા શહેરના ધારાસભ્ય શ્રીમતી મનીષા વકીલે ” મિ.રિપોર્ટર ન્યુઝ ના વાંચકો અને દર્શકો માટે લોક ડાઉન નું પાલન કરવા માટે એક અપીલ કરતો વિડીયો મોકલ્યો છે. આ વિડીયોમાં વડોદરા શહેરના ધારાસભ્ય શ્રીમતી મનીષા વકીલે વધુમાં શું કહ્યું તે જાણવા માટે જુઓ આખો વિડીયો….

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)