પૈસા માટે વડોદરાની યુવતીઓ યુરોપની એડલ્ટ વેબસાઈટ માટે કામ કરતી હતી ? જાણો આખી હકીકત…ચોકી ઉઠશો..

www.mrreporter.in
Spread the love

વડોદરાના નિલેશ ગુપ્તાની હરકતો સામે આવી : એક યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી : પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા – ક્રાઈમ, મી.રીપોર્ટર, ૨૬મી નવેમ્બર. 

પોતાનું અને [પરિવારની ગુજરાન ચલાવવા  માગતી  19  જેટલી યુવતીઓને નોકરીની આડમાં  યુરોપની એડલ્ટ વેબસાઈટ માટે કામ કરાવતા વડોદરાના નિલેશ ગુપ્તાની સચ્ચાઈ સામે આવતા જ પોલીસ પણ ચોકી ઉઠી છે.  પોલીસની કડક પૂછપરછ સામે નિલેશે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે આર્કિટેક છે, પરંતુ આ ધંધામાં વધારે પૈસા મળતા હોવાથી તેણે આર્કિટેકનું કામ છોડી દીધું હતું.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

નિલેશ  ગુપ્તા  ઓફિસ પર દરોડો પાડ્યા બાદ પોલીસે ધરપકડ કરી હતી. આર્કિટેકની ઓફિસના નામે ગોરખધંધા ચલાવનારા નિલેશ ગુપ્તાની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની ઓફિસમાં કામ કરતી એક યુવતીએ તેના વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ પણ નોંધાવી છે.

                                                                                                     http://365.win.qureka.com/

પોલીસના જણાવ્યા અનુસાર, નિલેશ  ગુપ્તા આર્કિટેકની ઓફિસના નામે ગોરખધંધા ચલાવતો હતો.  નિલેશ રુપિયાની ખૂબ જ જરુર હોય તેવી છોકરીઓને જ નોકરી પર રાખતો હતો. જેમાં કટલીક છોકરીઓના પિતા રિક્ષાચાલક હતા, તો કેટલીક છોકરીના પિતા મજૂર હતા. જ્યારે કેટલાક કિસ્સામાં છોકરીઓની કમાણીથી જ ઘર ચાલતું હતું.  કેટલીકવાર તો છોકરીઓ ઈન્ટર્વ્યુમાં કામ અંગે જાણીને જ ત્યાંથી રવાના થઈ જતી. પરંતુ રુપિયાની જરુર હોવાથી થોડા દિવસ બાદ સામેથી ચાલીને આવતી હતી.

એકવાર નોકરી કરવા આવનારી યુવતીઓને  નીલેશ યુરોપની એડલ્ટ વેબસાઈટ માટે કામ કરાવતો હતો.  પોર્નસાઈટ માટે આ યુવતીઓ પાસે નિલેશ વેબકેમ સામે બીભત્સ પ્રવૃત્તિ કરાવતો હતો. તેની ઓફિસમાંથી પોલીસને સેક્સ ટોય પણ મળ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, આ કામ માટે નિલેશ યુવતીઓને 18થી 24 હજાર રુપિયા પગાર આપતો હતો.

નિલેશની ઓફિસમાંથી પોલીસને ઢગલાબંધ પાસપોર્ટ પણ મળી આવ્યા છે. આ અંગે જાણવા મળી રહ્યું છે કે, નિલેશ યુવતીઓના પાસપોર્ટ લઈને તેમને હેરાન કરવાની ધમકી પણ આપતો હતો. ઉલ્લેખનીય છે કે, નિલેશની પત્ની રશિયન છે, અને યુરોપની એડલ્ટ વેબસાઈટ દ્વારા ટોકન સ્વરુપે જે પેમેન્ટ મળતું હતું તેને બિટકોઈનમાં કન્વર્ટ કરાવી તે રશિયન પત્નીના અકાઉન્ટમાં જમા કરાવતો હતો. પોલીસને નિલેશનું બિટકોઈન વોલેટ પણ મળી આવ્યું છે. ભૂતકાળમાં પણ નિલેશને ત્યાં કામ કરી ચૂકી હોય તેવી યુવતીઓને પણ પોલીસે શોધવાનું શરુ કર્યું છે.

નિલેશને ત્યાં કામ કરી ચૂકેલી એક યુવતીએ તેની સામે રેપની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ મૂક્યો છે કે તે કપડા બદલી રહી હતી ત્યારે નિલેશે તેનો વિડીયો ઉતારી લીધો હતો, અને તેના દ્વારા તેને બ્લેકમેલ કરતો હતો. નિલેશ યુવતીને ધમકી આપતો હતો કે જો તે તાબે ના થઈ તો તેના વિડીયોને તે ઈન્ટરનેટ પર વાયરલ કરી દેશે.

પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 સુધીમાં નિલેશે અનેકવાર તેના પર રેપ કર્યો હતો. તેણે તેના પણ વિડીયો બનાવીને તેને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યં હતું.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.