N95 માસ્ક પહેર્યું તો દેશના આ શહેરમાં થશે દંડ, કેમ લાગ્યો પ્રતિબંધ ?

www.mrreporter.in
Spread the love

ઈન્દોર – મી.રિપોર્ટર, 14મી ઓગસ્ટ.

મધ્યપ્રદેશના ઇન્દોર શહેર સહીત  દેશમાં ગત 24 કલાકમાં 1007 લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યાં છે.  કોરોના ના કારણે સતત વધી રહેલા મોત ના કારણે  ઈન્દોર વહીવટીતંત્રએ ફિલ્ટરવાળું N-95 માસ્ક પહેરવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવ્યો છે. જો કોઈ ફિલ્ટવાળું N-95 માસ્ક તેમજ અન્ય એરવાલ્વવાળા માસ્ક પહેરતું દેખાયું તો તેમની પાસેથી 100 રુપિયાનો દંડ વસૂલવામાં આવશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે N95 માસ્કના ઉપયોગ  સામે રાજ્યોને ચેતવણી આપી હતી. આ ચેતવણી બાદ ઘણા રાજ્યોએ સત્તાવાર રીતે તેનો અમલ શરુ કર્યો ન હતો. જોકે કોરોના લીધે મોતની સંખ્યા વધતા આખરે ઇન્દોર શહેરમાં  N95 માસ્કના ઉપયોગ પર  પ્રતિબંધ  મુકવામાં આવ્યો હતો. પ્રતિબંધનો કડક અમલ થાય તે માટે કલેકટરે  શહેરના અધિકારીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતના અધિકારીઓને અધિકાર આપ્યો છે. N-95 વાલ્વયુક્ત માસ્કનો ઉપયોગ કરતા લોકો પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જોકે, આ પ્રતિબંધ આરોગ્ય અધિકારીઓ અને તબીબી કર્મચારીઓને લાગુ નહીં પડે. 

કલેક્ટરના આદેશ સામે ઈન્દોર કેમિસ્ટ્સ એસોસિએશને ભારે વિરોધ સાથે જણાવ્યું છે કે, 70 હોલસેલર્સ અને 400-500 રિટેઈલ કેમિસ્ટ્સ છે. જેમની પાસે પાંચ કરોડ કરતાં વધુની કિંમતના N 95 માસ્ક પડ્યાં છે. આ પ્રતિબંધથી તેમને જંગી ખોટ જશે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.