સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવી શકે તે માટે નર્મદા નદીના કાંઠે વોટર પ્લેન ની સુવિધા ઉભી કરાશે : સુરેશ પ્રભુ

Spread the love

રેગ્યુલર વિમાન સેવા ઉપરાંત નર્મદાનદીના કાંઠે  વોટર એરોડ્રામ ઉભુ કરાશે : આગામી દિવસોમાં ગુજરાતમાં ઉડાન પ્રોજેક્ટ હેઠળ  વધુમાં વધુ ફ્લાઈટ પ્રવાસીઓને મળશે : સિવિલ એવિએશન મંત્રી સુરેશ પ્રભુ :  એમ.એસ.યુનિવર્સિટીના 67મા પદવીદાન સમારંભમાં વિવિધ પ્રવાહ અને ફેકલ્ટીના ૨૬૯ તેજસ્વી તારલાઓ ને ગોલ્ડ મેડલ અને  સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા

વડોદરા, મિ.રિપોર્ટર, ૩૦મીજાન્યુઆરી 

વિશ્વની સૌથી 182 ફૂટ ઉંચી સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવી શકે તે માટે નર્મદા નદીના કાંઠે વોટર પ્લેન ની સુવિધા ઉભી કરાશે. રેગ્યુલર વિમાન સેવા ઉપરાંત નર્મદાનદીના કાંઠે  વોટર એરોડ્રામ ઉભુ કરાશે. એટલુંજ નહિ આગામી દિવસોમાં ગુજરાતમાં ઉડાન પ્રોજેક્ટ હેઠળ  વધુમાં વધુ ફ્લાઈટ પ્રવાસીઓને મળશે. ગુજરાતમાં  વડુમાં વધુ વિદેશીઓ પ્રવાસીઓ આવી શકે તે માટે વિશેષ પગલું ભરવામાં આવી રહ્યું છે એમ દેશના સિવિલ એવિએશન અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ અત્રે જણાવ્યું હતું.

એમ.એસ.યુનિવર્સિટીના 67મા પદવીદાન સમારંભ મુખ્ય મહેમાન તરીકે પતિત રહેલા સિવિલ એવિએશન મંત્રી અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા ભારતના સંકલ્પ ને સાકાર કરી રહ્યા છે. આ નવા ભારતના સંકલ્પને સાકાર કરવામાં એમ એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સિંહ ફાળો આપી શકશે. એમ એસ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓને નવા ભારતના નિર્માણમાં  જોડાવાની તક મળશે. 

પત્રકારો સાથેની વાતચીત પૂર્વે  એમ.એસ.યુનિવર્સિટીના 67મા પદવીદાન સમારંભના મુખ્ય અતિથી અને સિવિલ એવિએશન મંત્રી સુરેશ પ્રભુએ  એમએસ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રીમતી શુભાંગિનીદેવી ગાયકવાડ ના સાથે વિવિધ પ્રવાહ અને ફેકલ્ટીના ૨૬૯ તેજસ્વી તારલાઓ ને ગોલ્ડ મેડલ અને  સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા.