માતાના પેટમાં જ જુડવા બાળકીઓએ કરી લડાઈ, પિતાએ વિડીયો શેર કરતાં બન્યો વાઈરલ….જુઓ..વિડીયો….

Spread the love

ટેકનોલોજી- મિ.રિપોર્ટર, ૧૮મી એપ્રિલ

દેશના લોકસભાની ચુંટણીના જોરદાર પ્રચારનો માહોલ સોશિયલ મીડિયા પર છવાયો છે. આ માહોલ વચ્ચે જ ચીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. વીડિયો અલ્ટ્રાસાઉન્ડનો છે. જેમાં માતાના પેટમાં બે ટ્વિન્સ એકબીજા સાથે લડાઈ કરી રહ્યા છે. એકબીજાને મુક્કા મારે છે. જોકે વીડિયો એક વર્ષ જૂનો છે. જેને ટાઓ નામના વ્યક્તિએ વીડિયો એપ Douyinમાં શેર કર્યો હતો. યિનચુઆનમાં એક ક્લિનિકમાં એક મહિલા ચાર મહિનાની પ્રેગ્નેન્સી સાથે ચેકઅપ કરાવા ગઈ હતી. ત્યારે અલ્ટ્રાસાઉન્ડમાં આ નજારો સામે આવ્યો હતો. હાલ બંને બાળકીઓના જન્મ થઈ ચૂક્યા છે. જેમાં એકનું નામ ચેરી અને બીજીનું નામ સ્ટ્રોબેરી છે….જુઓ….વિડીયો….