વોર્ડ નં-2 ના કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિ ને ડંડા થી ફટકારતા સસ્પેન્ડ થયેલા PSI ડાંગર નો વીડિયો વાઈરલ…જુઓ.

 
ક્રાઈમ- વડોદરા, ૩૦મી માર્ચ.  
 
 લોકડાઉન દરમિયાન છાણીના ગુરૂદ્વારમાં સેવક અને એક યુવકને માર માર્યા બાદ સસ્પેન્ડ થયેલા પી.એ.સઆઇ. કે.વી. ડાંગરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પીએસઆઇ કે.વી. ડાંગર વોર્ડ નં-2ના કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિને ડંડાથી માર મારતો દેખાય છે. 
 
વડોદરામાં વડોદરામાં લોકડાઉન દરમિયાન 24 માર્ચના રોજ છાણી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.વી.ડાંગરની બર્બરતા સામે આવી હતી. વડોદરાના છાણી કેનાલ રોડ પર આવેલી ચરોતર નગર સોસાયટીમાં ઘૂસીને યુવકને ઘરમાંથી કાઢીને લાકડી વડે ઢોર માર માર્યો હતો. કલમ-144નો ભંગ કરતા હોવાનો આક્ષેપ કરીને પોલીસે યુવકને માર માર્યો હતો. ફિરોઝ નામના યુવક ને શરીર પર નિશાન પડી ગયા હતા. પી.એસ.આઈ ડાંગર દ્વારા માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.

 
આ સીસીટીવીમાં યુવકને ઘરમાંથી હાથ પકડીને બહાર લાવીને લાકડી 10 ફટકા માર્યા હોવાનું દેખાયું હતું. આ ઉપરાંત પી.એસ.આઇ. કે.વી. ડાંગરે ગુરૂદ્વારામાં ઘુસીને સેવકોને પણ માર માર્યો હતો. આ મામલે વડોદરા પોલીસ કમિશનરે પી.એસ.આઇ. કે.વી. ડાંગરને સસ્પેન્ડ કર્યો હતો. ત્યારબાદ હવે લોકડાઉન દરમિયાન પીએસઆઇ કે.વી. ડાંગરનો વોર્ડ નં-2ના કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિને ડંડાથી માર મારતો વીડિયો વાઈરલ થયો છે. અરવિંદભાઇ પ્રજાપતિ 6 દિવસ પહેલા છાણી કેનાલ વિસ્તારમાં ગંદકીની સમસ્યાના નિવારણ માટે જઇ રહ્યા હતા. ત્યારે પી.એસ.આઇએ તેમને જાહેરમાં ડંડાથી માર માર્યો હતો. 
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

Leave a Reply