Scam 1992 બાદ Pratik Gandhi નો જુઓ દમદાર અંદાજ : તેની ગુજરાતી વેબ સિરીઝ ‘વિઠ્ઠલ તિડી’નું ટ્રેલર રિલીઝ..

www.mrreporter.in
Spread the love

બોલીવુડ-મી.રિપોર્ટર, ૭મી મે. 

Scam 1992 બાદ પ્રતિક ગાંધી (Pratik Gandhi ) નો  દમદાર અંદાજ સામે આવ્યો છે. પ્રતિક ગાંધી (Pratik Gandhi ) ની ગુજરાતી વેબ સિરીઝ ‘વિઠ્ઠલ તિડી’નું ટ્રેલર રિલીઝ થયું છે. 7 મે, 2021નાં આ વેબ સિરીઝનો પહેલો ભાગ જોવા મળશે. આ વેબ સિરીઝને અભિષેક જૈને ડિરેક્ટ કરી છે અને પ્રોડ્યુસ પણ તેનાં જ પ્રોડક્શન હાઉસ સિનેમેન પ્રોડક્શન દ્વારા કરવામાં આવી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

આ વેબ સિરીઝમાં પ્રતિક ગાંધી ઉપરાંત શ્રદ્ધા ડાંગર, રાગી જાની, પ્રશાંત બારોટ, પ્રેમ ગઢવી, બિન્દ્રા ત્રિવેદી, જગજીત સિંહ વાઢેર મહત્વનાં રોલમાં છે. ફિલ્મમાં શ્રદ્ધા ડાંગરનો નાનકડો રોલ છે.

ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર અભિષેક જૈન  કેવી રીતે જઇશ, બે યાર, રોંગ સાઇડ રાજૂ બાદ પોતાની નવી  વેબ સિરીઝ લઇને આવ્યા છે.  જેમાં  મુખ્ય એક્ટર તરીકે પ્રતિકને જ પસંદ કર્યો છે. ત્યારે હવે તમે પણ જોઇ લો પ્રતિક ગાંધી અભિનિત ‘વિઠ્ઠલ તિડી’નું આ દમદાર ટ્રેલર…

 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.