૫મી એપ્રિલના રોજ દીવો અને મીણબત્તી પ્રગટાવતા ચેતજો ? કેમ જાણો…..

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા બહાર એક એડવાઈઝરી જાહેર કરાઈ : દીવો , મીણબત્તી પ્રગટાવતા પહેલા સૅનેટાઇઝરનો ઉપયોગ કરવો નહીં

હેલ્થ-વડોદરા- મિ.રિપોર્ટર, ૪થી એપ્રિલ. 

દેશના કોરોના વાઈરસની મહામારીનો આતંક ચાલુ જ છે. રોજ નવા-નવા કેસ ઉમેરાઈ રહ્યા છે. હાલમાં દેશમાં ૨૯૦૦ જેટલા લોકો ને કોરોના વાઈરસ છે. તેઓ ની સારવાર ચાલી રહું છે.  જેમાં ૩૦ ટકા કેસો તબલીગી જમાતના મૌલાના સાદ ની મોટી ભૂલ ના લીધે ફેલાઈ છે. આ જે સરકારે તેના સત્તાવાર આંકડા પણ જાહેર કર્યા છે. આવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫મી એપ્રિલના રોજ  દેશના તમામ લોકોને રાત્રે 9 કલાકે 9 મિનિટ દીવા પ્રકટાવવા અપીલ કરી છે. મોદીએ દેશવાસીઓ ને પોતાના ઘરે દીવો, મીણબત્તી, બેટરીની લાઈટ અને મોબાઈલ ની ફ્લેશ લાઈટ પૈકી કોઈ પણ એક કરવાની સલાહ આપી છે. 

મોદીની સલાહ દરમિયાન તેમણે દીવા પ્રગટાવતી વખતે સૅનેટાઇઝરનો ઉપયોગ નહીં તેવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. જોકે વાસ્તવમાં સૅનેટાઇઝરનો ઉપયોગ  મહિલાઓ એ ટ સમય ન કરવો જોઈએ કે જયારે તેઓ ગેસ, ચુલા કે સગડી પર રસોઈ બનાવતી હોય. કેમકે  સૅનેટાઇઝરમાં ૬૫ ટકા આલ્કોહોલ નું પ્રમાણ હોય છે. તે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન જેવું જ કામ કરે છે. એટલે મહિલા કે ગૃહિણીએ રસોડામાં રસોઈ બનાવતી વખતે સૅનેટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ નહિ. એજ રીતે ૫મી એપ્રિલના રાતે ૯ વાગે ૯ મિનીટ સુધી દીવા કે મીણબત્તી પ્રકટાવવા જનારી મહિલા, યુવતી, નાના બાળકોએ પણ સૅનેટાઇઝરનો ઉપયોગ કરવો નહિ. નહિ તો આગ લાગી શકે છે. મોટી જાન હાની પણ થઇ શકે છે. આના થી બચાવવા માટે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે હવે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ આગળ આવ્યું છે. તેને એક એડવાઈઝરી બહાર પાડી છે. જુઓ….આ એડવાઈઝરી…

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply