ચેતજો : વડોદરામાં વિદેશથી આવેલા 402 લોકોના ઘર ઉપર VMC એ હોમ અન્ડર ક્વોરન્ટાઇનના પોસ્ટર લગાવ્યા

Spread the love

વિદેશી આવેલા લોકો, કોરોના વાઈરસના દર્દીઓ, તેમના પરિવારજનોનો સંપર્ક કરીને 517 લોકોને સર્વે કરાયો : ક્વોરન્ટાઇનમાંથી ભાગેલા 2 લોકોને પોલીસની મદદથી પરત લાવવામાં આવ્યા

હેલ્થ – વડોદરા, મી.રિપોર્ટર, 22મી માર્ચ.

વડોદરામાં કોરોના વાઈરસના કેસ વધતાં અને વિદેશી થી પરત ફરેલા લોકોની સંખ્યાને જોતા વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય સતર્ક બનીને વિદેશથી આવેલા 402 લોકોના ઘર ઉપર પાલિકાએ હોમ અન્ડર ક્વોરન્ટાઇનના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

VMC એ વિદેશી આવેલા લોકો અને કોરોના વાઈરસના દર્દીઓ અને તેમના પરિવારજનોનો સંપર્ક કરીને 517 લોકોને સર્વે કર્યો છે. વિદેશથી આવેલા 90 લોકોનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યા છે. જ્યારે  ક્વોરન્ટાઇનમાંથી ભાગેલા 2 લોકોને પોલીસની મદદથી પરત લાવવામાં આવ્યા છે.

આ અંગે VMC ના આરોગ્ય વિભાગના ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, જે લોકોને હોમ અન્ડર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, તેમના ઘરની બહાર પાલિકા દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અમે કોરોના વાઈરસને લઇને સતત કામગીરી કરી રહ્યા છીએ અને વિદેશથી આવતા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે.