ચેતજો : PGમાં રહેતી ગર્લ્સના રૂમમાં લગાવ્યો છૂપો કેમેરો, મકાન માલિક બનાવતો હતો વીડિયો…વાંચો ક્યાં ?

Spread the love

મી.રિપોર્ટર, ૩૦મી ડીસેમ્બર 

દક્ષિણ મુંબઈમાં  પીજી ચલાવતા એક  મકાન માલિકે તેના જ ઘરમાં ગુપ્ત કેમેરાથી પીજી તરીકે રહેતી ત્રણ ગર્લ્સનો વીડિયો બનાવતો ઝડપાયો હતો. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મકાન માલિક છોકરીઓની વાતચીતને રિપીટ કરી રહ્યો હતો. છોકરીઓને જ્યારે શંકા ગઈ તો તેમણે તેમના રૂમની તપાસ કરી. રૂમમાં તેમને એક ઈલેક્ટ્રોનિક એડેપ્ટમ મળી આવ્યું. ત્યારબાદ આ ખુલાસો થયો કે મકાન માલિક તેમનો વીડિયો બનાવતો હતો.

પીજી ચલાવતા ૪૭ વર્ષીય એક  મકાન માલિકે પોતાના મોબાઈલથી કેમેરો કનેક્ટ કરી રાખ્યો હતો. આ કેમેરાની મદદથી તેઓ ગર્લ્સનો વીડિયો બનાવતો હતો. પોલીસે ગુપ્ત કેમેરો લગાવવાના આરોપમાં 47 વર્ષીય મકાન માલિકની ધરપકડ કરી છે. ડીબી માર્ગ પોલીસે આરોપી પર આઈટી એક્ટ અને મહિલાની ગોપનીયતા જાહેર કરવાની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. હાલમાં, તેને શરતી જામીન મળી છે. પોલીસે એ ગુપ્ત કેમેરા જપ્ત કરી લીધા છે, જેને આરોપીએ પોતાના મોબાઈલથી કનેક્ટ કરી રાખ્યો હતો.

ગર્લ્સને શંકા ગઈ ને  ઈન્ટરનેટ પર સર્ચ કરીને ભાંડો ફોડ્યો 

પીજી ચલાવતા  મકાન માલિક ચાર રૂમના ફ્લેટમાં તેના વૃદ્ધ માતાપિતા સાથે રહે છે. તેણે ત્રણ ગર્લ્સને ઘરનો એક રૂમ ભાડે રહેવા માટે આપેલો હતો. એક દિવસ ગર્લ્સને શંકા ગઈ કે મકાન માલિક તેમની વાતો રેકોર્ડ કરી રહ્યો છે.  જ્યાં તેમણે તપાસ કરી તો એક ગર્લ્સ ને રૂમમાં ઈલેક્ટ્રીક એડેપ્ટર લાગેલું મળ્યું. તેણે તેને એક કપડામાં છૂપાવી રાખ્યું હતું. જ્યારે ગર્લ્સ એ ઈલેક્ટ્રીક એડેપ્ટર સવાલ કર્યા તો વાત ટાળી દીધી અને કહ્યું કે, આ એક એન્ટેના બૂસ્ટર છે. તેના પર ગર્લ્સ એ એડેપ્ટરની તસવીર લઈને ઈન્ટરનેટ પર સર્ચ કરી તો ખબર પડી કે તે ગુપ્ત કેમેરો હતો. તેણે તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી અને  હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.