વડોદરા નજીક નવો આજવા વન્ડરલેન્ડ થીમ પાર્ક તૈયાર, 1525 સુધીની ટિકિટ હશે…જુઓ..કેવો હશે ?

Spread the love

આતાપી વંડરલેન્ડ થીમ પાર્કના મુખ્ય પ્રવેશદ્વારને જગ મશહૂર ડિઝની લેન્ડ થીમ પર તૈયાર કરાયો 

વડોદરા, મી.રિપોર્ટર, ૨૬મી ડીસેમ્બર. 

રૂપિયા 125 કરોડ ના ખર્ચે  વડોદરા પાસે આવેલા આજવા ગાર્ડનમાં આજવા એમ્યુઝમેન્ટ થીમ એન્ડ એડવેન્ચર પાર્ક ઓફ ઇન્ડિયા (આતાપી) વન્ડરલેન્ડ થીમ પાર્ક  ઉભું કરવામાં આવ્યું છે. આ આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક  મુંબઈ પૂના રોડ પર આવેલ ઈમેજીકા કે પછી એસ્સલ વર્લ્ડની યાદ અપાવશે. આ પાર્ક દુનિયાના જાણીતા થીમ પાર્ક ડિઝનીલેન્ડની થીમ આધારીત છે

 આજવા ગાર્ડનમાં 125 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કનું  તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકાર્પણ કર્યું હતું.  વડોદરા મહાનગરપાલિકા અને પ્રવાસન નિગમના સહયોગથી ખાનગી એજન્સીએ પીપીપી મોડેલથી આજવા ખાતે 75 એકરમાં આતાપી વન્ડરલેન્ડ થીમપાર્ક બનાવવામાં આવ્યો છે. આજવા સરોવરને અડીને જ આ થીમપાર્ક તૈયાર કરાયો છે. જેમાં એડવેન્ચેર ઝોન, કિડ્ઝ ઝોન, થ્રિલર રાઇડ્સ બનાવાઇ છે. રૂપિયા 70 થી 1525 સુધીના પેકેજની ટિકિટ રાખવામાં આવી છે.

This slideshow requires JavaScript.

અહીંના મિનીલેકમાં બોટિંગ પણ છે. આ ઉપરાંત તેમાં મિની ગોલ્ફ કોર્સ, ક્રિકેટ પીચ અને બિલિયર્ડસ રમવાની પણ સુવિધા હશે. આ દુનિયાનું એકમાત્ર થીમ પાર્ક હશે કે જે સરોવરના કિનારે તૈયાર થયો હોય. આ પાર્કમાં સેન્ટર પ્લાઝા, ફાઉન્ટેઇન, પેન્ડ્યુલમ, તગાડા રાઇડ, વોટર ઝોમ્બિંગ, જાયન્સ સ્વિંગ જેવી જુદી જુદી 40 પ્રકારની રાઇડ્સ પણ છે. બાળકોના મનોરંજન માટે ડાયનાસોરની પ્રતિકૃતિ ઉભી કરાઈ છે.