શિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવી છે ? તો અપનાવો આ ઉપાયો….

શિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવી છે ? તો અપનાવો આ ઉપાયો....
Spread the love

હેલ્થ-વડોદરા, મિ.રિપોર્ટર, ૨૮મી નવેમ્બર.

હાલમાં દેશમાં શિયાળાની ઋતુ છવાઈ રહી છે. ફૂલ ગુલાબી ઠંડીમાં યુગલો માટે સેક્સ એક એક્સેસાઈઝની ગરજ સારે છે. ઠંડી ઋતુમાં ગરમાવો લાવે છે. જોકે ઘણા યુગલો માટે શિયાળાની ઋતુમાં સેક્સ ઘણી આફત બની જાય છે. એમાય ઘણા યુવકોને શિશ્નોત્થાનની સમસ્યા સતાવે છે. જેના લીધે યુગલોને ઘણા ઝઘડા થાય છે. જો તમે સેક્સ ડ્રાઇવની સમસ્યાથી ઘેરાયેલા હોવ અને તેનું સમાધાન શોધી રહ્યા હોવ તો કોઈ દવા વગર પ્રાકૃતિક કે કુદરતી ઉપાયો દ્વારા જ તેનાથી મુક્તી મેળવી શકશો. તેનાથી ન તમારો સેક્સ સ્ટેમિના કે સેક્સ ઇચ્છામાં વધારો થસે પરંતુ સેક્સને સંબંધીત ઘણી સમસ્યાઓનો નિકાલ પણ થશે. શિયાળાની ઋતુમાં આ ઉપાયો અપનાવાથી આપની સેક્સ લાઈફ ને ઘણી જ મજેદાર બનાવી શકાશે. 
 

શિશ્નોત્થાનની સમસ્યા થી છુટકારો મેળવો હોય તો : અંજીર સ્વાદિષ્ટ તો હોય છે સાથે સાથે અનેક આરોગ્યપ્રદ ફાયદા પણ કરે છે. અનેક સેક્સ સમસ્યાને દૂર કરવામાં પણ લાભકારી છે અંજીર. શિયાળામાં અંજીરનું સેવન કરવાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શન કે શિશ્નોત્થાનની સમસ્યા દૂર થાય છે. તેમજ પાચન પ્રક્રિયાને યોગ્ય કરવા સાથે બ્રોકાઇટિસ, અસ્થમા જેવી સમસ્યામાં પણ લાભકારી છે.

અશ્વગંધાની તાકત : અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધી છે. જે સેક્સ પાવરન વધારવામાં મદદરુપ થાય છે. તેના સેવનથી શિશ્નોત્થાન, શીઘ્રપતન જેવી સમસ્યામાં છૂટકારો મળે છે. સાથે જ સ્પર્મ કાઉન્ટ પણ વધે છે.

સ્વપ્નદોષથી મુક્તી મેળવી હોય તો  : ઇન્ડિયન ગૂસબેરી એટલે કે આમળામાં પર્યાપ્ત માત્રામાં આયરન, ઝિંક, વિટામિન સી જેવા તત્વો હોય છે. જેનાથી સેક્સ પાવર વધે છે. આમળાનું જ્યુસ પીવાથી સેક્સ સ્ટેમિના વધે છે જેથી તમે કુદરતી રીતે જ સેક્સ ટાઇમ વધારી શકો છો. તમે 2 ચમચી આમળાના રસમાં એક નાની ચમચી સુકા આમળાનું ચુરણ તેમજ એક ચમચી મધ ભેળવીને દિવસમાં બેવાર લઈ શકો છો. તેના પ્રયોગથી સેક્સ પાવરમાં વધારો થાય છે. જો તમને સ્વપ્નદોષની સમસ્યા રહેતી હોય તો રોજ આમળાનો મુરબ્બો ખાવ. તેનાથી લાભ થશે.

અડદિયા : સેક્સ પાવર વધારવા માટે અડદની દાળ ખૂબ જ ફાયદાકારક છે. તેની તાસીર ગરમ છે તેથી શિયાળામાં જ તેનું સેવન કરવું જોઈએ. તેને દાળ સ્વરુપે અથવા અડદિયા સ્વરુપે ખાઈ શકો છો.

શીઘ્રપતનથી મુક્તી મેળવવી હોય તો  : જો તમને પેટની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા ત્રિફળા ચૂર્ણ ખાવ. તે ન ફક્ત પેટની સમસ્યા દૂર કરે છે પરંતુ શીઘ્ર પતન જેવી તકલીફોમાંથી પણ મુક્તિ આપે છે.

વીર્ય વધારે પાતળું હોય તો : સેક્સ પાવર વધારવામાં હળદર ખૂબ જ મદદગાર સાબિત થાય છે. જો તમે શિયાળા દરમિયાન દરરોજ હળદરવાળા દૂધનું સેવન કરો તો ચોક્કસ ફાયદો થાય છે. પરંતુ જો પાતળા વીર્યની સમસ્યાથી પીડાતા હોવ તો એક ચમચી મધમાં 1/4 ભાગ હળદર ભેળવીને ખાવ.
 
  •  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 અને 7016252899  પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.