કોરોના સામે બચવું છે ? તો લીમડો ખાવાનું શરુ કરો, કોરોના સહીત અનેક બીમારીઓ ભાગશે

www.mrreporter.in
Spread the love

હેલ્થ-વડોદરા,  મી.રિપોર્ટર, ૨૦મી એપ્રિલ.

દેશમાં કોરોના નો વિસ્ફોટ થયો છે. રોજ લાખોની સંખ્યામાં કોરોના થી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. એમાય કોરોના ની બીજી લહેર તો કોરોના ના વાઇરસને મોટા પ્રમાણમાં લોકોને શિકાર બનાવી રહી છે. કોરોના માં પોતાના આરોગ્યની જાળવણી ખુબજ જરૂરી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

કોરોના થી બચવા માટે તબીબો લોકોને ઈમ્યુનીટી વધારવાની વાત કરે છે. તબીબોની સલાહ ને અનુસરીને લોકો હવે આયુર્વેદની મદદ લઇ રહ્યા છે. જેમાં વિવિધ પ્રકારના ઉકાળા ઘરે બનાવીને લોકો પોતાની ઈમ્યુનીટી  વધારી રહ્યા છે.  હવે આમાં લીમડાનો પણ ઉમેરો થયો છે. આયુર્વેદમાં કહેવાય છે કે લીમડો એ 100 બીમારીઓનો રામબાણ ઈલાજ છે. રોજ સવારે ખાલી પેટ લીમડાના 4 પત્તા ચબાવી જવાથી તમે એકદમ સ્વસ્થ અને નિરોગી રહી શકો છો. એનાથી તમારી ઈમ્યૂનીટીમાં પણ થશે જબરદસ્ત વધારો. તો આજથી જ લીમડાના પત્તા ખાવાનું શરૂ કરી દો. લીમડાનો  પ્રયોગ તમને અનેક બીમારીઓ થી બચાવશે. 

લીમડાનું સેવન કરવાથી ક્યાં ફાયદા થઇ શકે ? 

(૧)  લીમડાના પત્તાનું નિયમિત રોજ સવારે ખાલી પેટ સેવન કરવામાં આવે તો તમારું શરીર અનેક બીમારીઓથી બચી શકે છે.

(૨) લીમડાનું સેવન તમને કેન્સર જેવા જીવલેણ રોગની સામે રક્ષણ આપશે. લીમડો તમારા શરીરમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે. લીમડાનું સેવન કરવાથી લોહી સાફ થાય છે.

(૩)  તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કોરોનાકાળમાં લીમડો તમારા માટે ઈમ્યૂનીટી બુસ્ટર બની શકે છે. લીમડાના પત્તામાં એક્ટીઓક્સીડન્ટ ગુણ રહેલો છે.

(૪) રોજ સવારે ખાલી પેટ લીમડાના પત્તાનું સેવન કરવાથી પેટની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.  કબજીયાત, ગેસ અને એસિડીટી જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે.

(૫) લીમડાના પત્તાનું રોજ સવારે ખાલી પેટ સેવન કરવાથી ડાયાબિટીઝના દર્દીઓને ખુબ જ લાભ થાય છે. ડાયાબિટીઝની બીમારીમાં આ પ્રયોગ રામબાણ ઈલાજ સાબિત થાય છે. લીમડાના કડવા પત્તા તમારા શરીરમાં બ્લડ શુગરની માત્રા જાળવી રાખે છે.

(6) લીમડાથી દાંત અને પેઢા મજબૂત થાય છે. સાથે લીમડાનું દાતણ કરવાથી મોંઢામાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે. લીમડાના પત્તા ચાવવાથી દાંતને લગતી મોટાભાગની સમસ્યાઓ દૂર થાય છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.