ચીનની એક રેસ્ટોરન્ટમાં વેઈટ્રેસ બિકિની પહેરીને ગ્રાહકોને ફૂડ પરોસે છે!

દેશ-દુનિયા, મિ.રિપોર્ટર, ૨૫મી જુન. 

વિશ્વમાં ઘણા લોકો એવા હોય છે કે તેઓ પોતાના બિઝનેશને ચલાવવા માટે અનેક માર્કેટિંગ આઈડીયા શોધી કાઢે છે. આ કરવા પાછળ મોટાભાગના લોકો  ગળાકાપ સ્પર્ધાને જ જવાબદાર માને છે. ચીનમાં એક રેસ્ટોરાંના માલિકે આવો જ કઈક તુક્કો લગાવ્યો છે. જ

ચીનના શ્યાંગ શહેરમાં દાઓક્ષીન્જ રેસ્ટોરાં છે, આ રેસ્ટોરાંએ લોકોને આકર્ષવા માટે નવી રીત અપનાવી છે. ગ્રાહક વધારેથી વધારે સંખ્યામાં આવે એટલા માટે અહીં વેઈટ્રેસ બિકિનીમાં હોય છે. આ ફીમેઈલ વેઈટ્રેસ બિકિની પહેરીને જ ફૂડ સર્વ કરે છે.

 સુંદર દેખાતી વેઈટ્રેસ માત્ર બિકિની પહેરેલી હોય છે. તેમના શરીર પર રેસ્ટોરાંનું નામ પણ લખાયેલું તમને જોવા મળશે. જ્યારથી રેસ્ટોરાંમાં બિકિની વેઈટ્રેસ રખાઈ છે લોકોની સંખ્યા વધી ગઈ છે.આ દરમિયાન બિકિનીમાં વેઈટ્રેસ જોઈને લોકોનું મોઢું ખુલ્લુ જ રહી જાય છે. ખાવા પર ઓછું અને તેમના તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે.

Leave a Reply