લોકો માસ્ક નહિ પહેરે અને કોવિડના નિયમોનું પાલન નહિ કરે તો VMC ગાંધીગીરી કરશે : મેયર કેયુર રોકડીયા, જુઓ વિડીયો…

www.mrreporter.in
Spread the love

રાજનીતિ- વડોદરા, મી.રિપોર્ટર, ૧૩મી એપ્રિલ.

વડોદરા શહેરમાં પણ કોરોના નો વિસ્ફોટ થયો છે. વડોદરા શહેરમાં સતત કોરોના ના કેસો વધી રહ્યા છે. કોરોના ની સ્થિતિ અને તે અંગે કરવામાં આવેલી કામગીરી અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના મેયર કેયુર રોકડીયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં મેયર કેયુર રોકડીયાએ વડોદરાની જનતા ને માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડોદરાની હાલત પણ ઘણી નાજુક છે.  વડોદરામાં હાલમાં કુલ 8 હજાર બેડ કોરોના ના લીધે ફૂલ છે. જેમાં 3370 ઓક્સીજન પર છે, 1600 જેટલા લોકો આઈ.સી.યુ માં દાખલ છે અને સારવાર લઇ રહ્યા છે. જયારે 3000 લોકો વત્તા ઓછા પ્રમાણમાં સીરીયસ છે જે સારવાર હેઠળ છે. જો ગત વર્ષ એટલેકે સપ્ટેમ્બર ની વાત કરીએ તો 3200 બેડ જ ભરાયેલા હતા. આ તમામ મુદ્દા પર આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ  દ્વારા  વાતચીત થઇ છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 4માં જોડાવા માટેની લીંક :

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાના નગરજનોને અપીલ છે કે, નિયમોનું પાલન કરે. રેમડેસિવિર ઇન્જેક્શનના ડિમાન્ડ સપ્લાયની વ્યવસ્થા ખોરવાઇ છે, પરંતુ, ત્રણ દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જશે. લોકો માસ્ક નહિ પહેરે અને કોવિડના નિયમોનું પાલન નહિ કરે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીગીરી કરશે.

મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, હાલ રાત્રિ કર્ફ્યૂનું કડકાઇથી અમલ કરાશે. ભીડભાડવાળા સ્થળોએ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ સખત પગલાં ભરશે. હાથીખાના, મંગળ બજાર જેવા ભીડભાડવાળા બજારોમાં વેપારી મંડળ સાથે મિટિંગ બાદ યોગ્ય નિર્ણય લેવાશે. ખાનગી ઓફિસ , વ્યવસાય, ઉદ્યોગોમાં 50% કર્મચારી થકી કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે.

 અત્રે ઉલ્લખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની  વીડિયો કોન્ફરન્સમાં વડોદરા શહેરના મેયર રોકડિયા, ડે.મેયર નંદા જોશી, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ડો. હિતેશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ, આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદારો તબીબો મેડિકલ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા શહેરમાં કોવિડને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરીને રજૂઆત કરી હતી.

મેયર કેયુર રોકડિયાએ નગરજનો ને શું અપીલ કરી જાણો, જુઓ આખી પ્રેસ કોન્ફરન્સ…