મિ.રિપોર્ટર, ૧૨મી ડીસેમ્બર.
વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત લોકોને સુવિધા અંગેની જાણકારી મળે તેમજ તેમની કોઈ સમસ્યા અંગે ફરિયાદ આપી શકે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ‘માય વડોદરા’ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી હતી. માય વડોદરા મોબાઇલ એપ અને ફ્રી વાઇફાઇના લોન્ચિંગ પ્રસંગે મેયર ડો. જીગીશાબહેન શેઠ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે લોંચ કરાયેલી ‘માય વડોદરા’ મોબાઇલ એપના ફાયદા શું છે ? આ ફાયદા જાણવા જેવા છે. વાંચો તેના ફાયદાઓ…..
- વડોદરા શહેરમાં ફરવા લાયક સ્થળોની માહિતી.
- શહેરીજનો કોઇપણ પ્રકારની પ્રાથમિક સુવિધા માટેની ફરિયાદ કરી શકશે.
- પ્રોપર્ટી ટેક્ષ સહિત તમામ પ્રકારના કોર્પોરેશન દ્વારા લેવાતા ટેક્ષની માહિતી મળી શકશે
- જાહેર શૌચાલય, સિટી બસ, ગાર્બેચ સહિતની માહિતી મળશે
- સિનીયર સિટીઝન્સ અને મહિલાઓ માટે પેનિક બટનની સુવિધા
વડોદરાના તમામ નાગરીકો મોબાઇલ એપ ડાઉનલોડ કરેઃ મ્યુ. કમિશ્નર
વડોદરા સ્માર્ટ સિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વડોદરા શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે વાઇફાઇ અને વડોદરાના નગરજનોની ઘેરબેઠા સુવિધા માટે માય વડોદરા મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. માય એપ ત્યારે જ સફળ કહેવાશે. જ્યારે વડોદરાના તમામ નાગરીકો મોબાઇલ એપ ડાઉનલોડ કરશે.
[…] એમ.એસ.યુનિવર્સીટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં કમ્પ્યુટર […]