PM નરેન્દ્ર મોદી ફિલ્મમાં મોદીનો અભિનય કરનાર બોલીવુડ સ્ટાર વિવેક ઓબેરોયે પારૂલ યુનિવર્સીટીમાં રાજકારણ બાબતે શું કહ્યું ?

Spread the love

વડોદરા-મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી એપ્રિલ

P.M. નરેન્દ્ર મોદી ફિલ્મમાં નરેન્દ્ર મોદીનો અભિનય કરનાર બોલીવુડ સુપરસ્ટાર વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબહેન અંગે પ્રશ્ન કરતા જવાબ આપ્યા વિના રવાના થઇ ગયા હતા. વિવેક ઓબેરોયે કોલેજના સ્ટુડન્ટોને ફિલ્મ જોવા અને વડાપ્રધાન ઉપરથી પ્રેરણા લેવા માટે અપિલ કરી હતી.

વડોદરા નજીક આવેલી પારૂલ ઇન્સ્ટીટ્યૂટમાં પી.એમ. નરેન્દ્ર મોદી  ફિલ્મમાં નરેન્દ્ર મોદીનો અભિનય કરનાર બોલીવુડ સુપરસ્ટાર વિવેક ઓબેરોય આજે ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા. પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન આધારીત ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા આજની પેઢીને પ્રેરણા મળશે. ફિલ્મમાં એક નાનકડા ગામનો વ્યક્તિ કોઇ પણ જાતના સપોર્ટ વિના અને ચ્હા વેચીને કેવી રીતે વડાપ્રધાન બન્યો તે દર્શાવવામાં આવ્યું છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ છે. તેઓથી સમગ્ર વિશ્વ પરિચીત છે. અમેરીકા અને જાપાનના પ્રમુખો સાથે આંખ મિલાવીને વાત કરી શકે છે. જે તેઓની ઓળખ છે. ફિલ્મના બનાવતા પૂર્વે નરેન્દ્ર મોદીના જીવન ઉપર રિસર્ચ કર્યું છે. અને ફિલ્મના શુટિંગ દરમિયાન તેઓને અનેક વખત મળવાનું મને સૌભાગ્ય મળ્યું છે.  આ ફિલ્મમાં નરેન્દ્ર મોદી જેવા દેખાવ માટે  સતત 15 દિવસ સુધી મેકઅપ સેટ કરવામાં ગયા હતા. જોકે ૧૬માં દિવસે અમને સફળતા મળી હતી. હું રોજ સવારે 4 વાગે ઉઠી જતો હતો. અને ફિલ્મ શુટિંગ માટે જતો હતો. હું ફિલ્મ દરમિયાન નરેન્દ્ર મોદીથી ખૂબ પ્રભાવિત થયો છું.

ફિલ્મ ઉપર લાગેલા આરોપ અંગે વિવેક ઓબેરોયે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં આ ફિલ્મ ઉપર અનેક ફિલ્મો ઉપર આરોપો લાગ્યા છે. આરોપોને ધ્યાનમાં લઇએ તો આખી એક ફિલ્મ બની શકે તેમ છે.
સ્ટુડન્ટો સાથે ફિલ્મ અંગેના વાર્તાલાપમાં જણાવ્યું કે, હાલમાં રાજકારણમાં આવવાનો કોઇ ઇરાદો નથી. માત્ર ફિલ્મમાં ધ્યાન આપી રહ્યો છું. વર્ષ-2024 પછી વિચાર કરીશ. અને જો રાજકારણમાં આવીશ તો વડોદરામાંથીજ ચૂંટણી લડવાની ઇચ્છા છે. કારણ કે, વડોદરાના લોકોએ વડાપ્રધાનને સૌથી વધુ સરસાઇથી જીતાડ્યા છે.