એપિસોડ -29

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -28: તમે પાછલાં અંકમાં વાચ્યું.. બધા ના કહેવાથી આકાંક્ષા ને ભાન થાય છે કે એના લીધે ટ્રાફિક જામ થઇ ગયો છે અને એ બધા ની માફી માગી ને ત્યાંથી નીકળે છે રસ્તા માં આકાંક્ષા એ જે કાર જોઈ હતી તે કાર આગળ અને આકાંક્ષા એની પાછળ જાય છે આકાંક્ષા રાહ જોવે છે કે એ ગાડી ક્યાં અટકે છે અને આખરે એ ગાડી એક હોટેલ સામે ઉભી રહે છે અને એ ગાડી માંથી વિશ્વાસ અને તેની સાથે એક યુવતી ઉતરે છે. વિશ્વાસ એક રૂમ બૂક કરાવે છે અને બંને એ રૂમ માં જાય છે એ પછી વિશ્વાસ રૂમ નો દરવાજો બંધ કરી દે છે. )

વિશ્વાસ ને આ રીતે બીજી કોઈ છોકરી જોડે હોટેલ રૂમ માં જતા જોઈ ને હું તો જાણે જીવતી લાશ જ બની ગઈ હતી. હું ત્યાં જ ઘુંટણીએ બેસી ગઈ અને મારી સમજ માં જ નહોતું આવતું કે હું શું કરું ? ખરેખર આ વિશ્વાસ જ હતો ? શું વિશ્વાસ માટે મારા પ્રેમ અને મારી લાગણી ની કીમત આટલી જ હતી? શું એ મારી જોડે પણ આ જ બધું કરવા માંગતો હતો? હજી પણ હું મારી છતી આંખે જોયેલા દ્રશ્ય ને હું હજી પણ સપનું જ માનતી હતી. હું વિચારતી હતી કે કાશ આ બધું જ એક સપનું હોય…….અને કોઈ મને મારી આ નીંદર માંથી ઉઠાડી દે અને મારું આ સપનું તૂટી જાય……

હું આંસુ લુછી ને ફાટફાટ ઉભી થઇ….મને ભાન થયું કે આ બધી જ હકીકત જ છે અને મારે હજી વધારે જાણવાનું છે કે વિશ્વાસે મારી જોડે આ બધી વાર્તાઓ કરી કેમ???? શું એ ખરેખર મારી અને બીજી છોકરીઓ ની લાગણીઓ સાથે એ રમત રમી રહ્યો છે ?????? એનો પ્રેમ એ માત્ર એક રમત જ છે ??????? પ્રેમ ને પૂજા ગણાવનાર મારા મન નો દેવતા આજે એક રાક્ષસ ક્યાંથી બની ગયો ????

આ બધા વિચારો સાથે હું વિચારતી હતી કે હકીકત જાણવી શી રીતે? આ હોટેલ રૂમ નો બંધ દરવાજો ખોલવો કેવી રીતે? હું સીધા જઈ ને કદાચ દરવાજો ખખડાવીશ તો વિશ્વાસ કોઈ પણ બહાનું બનાવી દેશે. અને જો આજે હું હકીકત જાણ્યા વગર ચુપચાપ અહી થી જઈશ તો ખબર નહિ વિશ્વાસ હજી કેટલી છોકરીઓ ના જીવન બગાડશે??? એટલે મારે કઈક તો વિચારવું પડશે આ દરવાજો ખોલાવવા માટે. અને આવા વિચારો સાથે હું કોરીડોર માં એક આતુરતા સાથે આંટા મારવા લાગી.

મને મારી પાછળ થી એક અવાજ સંભળાયો….

“ એક્સ્ક્યુઝ્ મી, મેમ“ હોટેલ બોયે મને રસ્તો આપવા માટે કહ્યું.

અને મને લાગ્યું કે ભગવાન પણ આ મારી વાત સાંભળી રહ્યો છે એટલે જ એને જ આ રસ્તો બતાવ્યો છે. અને અચાનક મારા દિમાગ માં એક આઈડિયા આવ્યો.

“ અરે જરૂર…. અરે ભાઈ હું કોઈ ની રાહ જ જોતી હતી….” મેં હોટેલ બોય સાથે વાત કરતા જણાવ્યું.

“ હા, મેમ….. બોલો શું કામ હતું???” હોટેલ બોયે મને સામે સવાલ પૂછ્યો.

“ મારે એક બીસનેસ મિટિંગ છે….. અને મને રૂમ નંબર યાદ નથી….” મેં એક કુતુહલતા થી વાત કરી.

“ હા તો મેમ રૂમ કોના નામ પર બૂક છે એ કહો એટલે હું તમને મારી પાસે એક લીસ્ટ છે એમાંથી રૂમ નંબર કહી દઈશ.” હોટેલ બોયે મારી મદદ કરવાની તૈયારી બતાવી.

“ હા જરૂર ….અમ્મ્મ રૂમ વિષ…..અરે હા વિશ્વાસ ……” મેં યાદ કરવાના નાટક સાથે હોટેલ બોય ને જવાબ આપતા કહ્યું પરંતુ એને નામ ખબર જ હોય એમ એ બોલ્યો …..

“ પટેલ ….વિશ્વાસ પટેલ……. બરાબર ને મેમ ….. અરે એમના ગેસ્ટ છો એમ કહો ને ……” એને એકદમ ખુશ થઇ ને મને નામ કહ્યું અને મને થોડું આશ્ચર્ય થયું .

“ જી ….હા “ મેં હકાર માં જવાબ આપ્યો.

“ હા મેમ તો તમે બિલકુલ સાચી જગ્યા પર ઉભા છો .” એને મને કહ્યું.

“ કેમ? અને તમને નામ ક્યાંથી ખબર…. અને ખુશ થવાનું કારણ હું ના સમજી શકી …..એ નોર્મલ માણસ જ છે અમિતાભ બચ્ચન નહિ !!!!!! “ મેં અજાણ્યા થઇ ને પૂછ્યું.

“ અરે મેમ આ જ એમનો રૂમ છે…રૂમ નંબર ૩૦૧….સર નો આ હોટેલ માં આ જ રૂમ બૂક હોય છે… સર અમારા રેગુલર કસ્ટમર છે એટલે હોટેલ નો બધો સ્ટાફ એમને ઓળખે છે…ચાલો હું સર ને કહી દવ કે તમે આવ્યા છો.” એને દરવાજા તરફ વધતા કહ્યું.

એના શબ્દો સાંભળી ને હું એ તો સમજી ગઈ હતી કે મારા જીજાજી જે કઈ પણ વિશ્વાસ માટે કહી રહ્યા હતા એ હકીકત જ હતી. પણ જો આ જાતે જ અંદર જઈ ને મારા આવવા ની વાત કહેશે તો મારા પ્લાન પર પાણી ફરી વળશે……..એવું વિચારી ને મેં હડબડી માં એનો રસ્તો રોક્યો અને કહ્યું,

“ અરે ના ભાઈ હું એમ પણ આજે મિટિંગ માટે મોડી પડી છું તમે આ રીતે એમને મારા આવવા ની વાત જણાવશો તો મને નોકરી માંથી કાઢી મુકશે….મહેરબાની કરો ખાલી એક મદદ કરતા જાવ …”

“ શું મેમ ?????” એને મને સામે સવાલ કર્યો.

“ તમે ખાલી દરવાજો ખખડાવી ને રૂમ સર્વિસ …..ના નામ નો અવાજ આપી દો બાકી હું સંભાળી લઈશ. પ્લીઝ….” મેં એની પાસે મદદ માંગતા કહ્યું.

“હા મેમ વાંધો નહિ…. હું તમારું કામ કરી આપીશ” એને મને જવાબ આપ્યો. અને મેં ખુશ થઇ ને એને ૫૦૦ની બે નોટ  પકડાવી દીધી.

એને ડોરબેલ વગાડી…..અંદર થી અવાજ આવ્યો ….

“ કોણ………”

“ જી સર…..રૂમ સર્વિસ…….” હોટેલ બોય આટલો જવાબ આપી ને મને એક સ્માઈલ આપી ને ગયો.

મેં એને એક આભાર નો ઈશારો કર્યો.

હવે મને આતુરતા હતી તો દરવાજો ખુલવાની…..ત્યાં જ દરવાજા ની કડી ખુલવાનો અવાજ આવ્યો.

 

  • વાંચકો આપને આ સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
One thought on “વિશ્વાસ, મારી અને બીજી છોકરીઓ ની લાગણીઓ સાથે રમત રમી રહ્યો છે : આકાંક્ષા”

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: