WhatsApp માં વાયરસ : WhatsApp Gold વાયરસ ચોરી શકે છે તમારી બેન્ક ડિટેલ્સ ? રહો સાવધાન…વાંચો

Spread the love

વડોદરા, મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી જાન્યુઆરી.

યુવાનોમાં  WhatsApp નો ઘણો જ ક્રેઝ છે. આ ક્રેઝને કેટલાક હેકર્સ પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે. તેના માટે તેમણે કેટલાક ખતરનાક વાયરસ બનાવ્યો છે અને તેને  WhatsApp માં  મુક્યો  છે, જેનું નામ WhatsApp Gold છે. વોટ્સએપ ગોલ્ડ એક નકલી મેસેજ છે. આ મેસેજમાં યૂઝર્સને ખાસ ફીચર્સની સાથે વોટ્સએપનું સ્પેશિયલ વર્ઝન આપીને લલચાવવામાં આવે છે. મેસેજમાં વોટ્સએપ ગોલ્ડને વોટ્સએપનું અપગ્રેડેડ વર્ઝન કહેવાયું છે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે, યૂઝર્સ વોટ્સએપ ગોલ્ડમાં એકસાથે 100 તસવીરો મોકલી શકશે અને નવા ઈમોજી મળશે. સાથે મોકલેલા મેસેજ ડિલીટ કરી શકાશે અને વીડિયો ચેટ હોલ્ડ પર રાખી શકાશે.

મેસેજમાં વોટ્સએપ ગોલ્ડ ડાઉન કરવાની લિંક આપવામાં આવી છે. જ્યારે યૂઝર્સ આ લિંક પર ક્લિક કરે છે ત્યારે એ વેબસાઈટમાં પહોંચે છે જે માલવેરથી કરપ્ટ હોય છે, મતલબ કે વેબસાઈટમાં ખૂબ વાયરસ હોય છે. માલવેર સોફ્ટવેર ફોનમાં ઘૂસીને તમારા મેસેજ અને બીજો પ્રાઈવેટ ડેટા ચોરી કરે છે. તમારી બેન્કિંગ ડિટેલ્સ પણ નિશાના પર છે. વોટ્સએપ ગોલ્ડનો આ પ્રકારનો મેસેજ અગાઉ 2016માં ખૂબ ઝડપથી ફેલાયો હતો.

વાયરસ થી બચવા શું કરવું જોઈએ ? 

વોટ્સએપ ગોલ્ડથી બચવાનો સૌથી સરળ રસ્તો છે કે તમારી પાસે વધુ સારા ફીચર્સ વાળા વોટ્સએપને અપગ્રેડ કરવાનો મેસેજ આવે તો તેના પર ક્લિક ન કરો. સાથે જ આવા મેસેજને ફોરવર્ડ ન કરો. લોકોને ફસાવનારા આ મેસેજ ફોરવર્ડ કરવાથી જ વાયરલ થાય છે.