ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝમાં ભવ્ય વિજય પછી વિરાટ કોહલી અને ટીમે ‘મેરે દેશ કી ધરતી’ ગીત પર ડાન્સ કર્યો..જુઓ..વિડીયો..

નવી દિલ્હી, 

ભારતીય ટીમે ૭૧ વર્ષે  ઓસ્ટ્રેલિયા સામે પહેલી વખત ઓસ્ટ્રેલિયાની જમીન પર જ ટેસ્ટ સીરીઝમાં 2-1થી અજેય સરસાઈ મેળવીને ભવ્ય વિજય  મેળવ્યો છે. સિડની મેદાનમાં ઈતિહાસ રચ્યા બાદ વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમે  ખૂબ ડાન્સ કરીને ભવ્ય ઉજવણી કરી હતી.  ભારતના ભવ્ય વિજયને ભારત આર્મી નામની સંસ્થાએ ભારતીય ટીમનું હોટલમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત સાથે જ  વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા સહિતના ટીમ મેમ્બરો ‘મેરે દેશ કી ધરતી, સોના ઉગલે’ ગીત ગાવાની સાથે ડાન્સ પણ કર્યો હતો. 

This slideshow requires JavaScript.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના ઓફિશિયલ એકાઉન્ટ પર એક વીડિયો સોમવારે શેર કરવામાં આવ્યો હતો. આ  વીડિયોમાં ચેતેશ્વર પુજારા, લોકેશ રાહુલ પણ દેખાય છે. આ ઉપરાંત ભારત આર્મીના સભ્યો પણ ગીત ગાઈ રહ્યા છે……જુઓ..વિડીયો..