દાદરાનગર હવેલીની સરકારી સ્કૂલમાં દારૂની પાર્ટી કરી રહેલા વિદ્યાર્થીઓનો વીડિયો વાઈરલ…જુઓ…

Spread the love

મિ.રિપોર્ટર, ૮મી ડીસેમ્બર. 

સ્કૂલના વિદ્યાર્થી અને દારૂની બોટલ ? આ બંને વચ્ચે શું સીધો સબંધ હોઈ શકે ? તમે પણ કહેશો કઈ નહિ. જરા થોભજો. કેમકે હાલમાં એક એવી ઘટના સામે આવી છે,  જેના વિશે જાણી તમે દંગ રહી જશો. દાદરા નગર હવેલીના સેલવાસમાં એક સરકારી શાળામાં જ વિદ્યાર્થીઓ દારૂની પાર્ટી માણતા નજરે પડ્યાં હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલા ટોકરખાડાની સરકારી શાળાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં શાળાના કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફીલ માણતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાઈરલ થયા બાદ સમગ્ર શિક્ષણ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.  આ ઘટના બહાર આવ્યા બાદ સત્તાધીશોએ તપાસના આદેશ આપ્યો છે. શાળામાં કેવી રીતે દારૂ પહોંચ્યો અને શિક્ષકો દ્વારા શું પગલા લેવામાં આવે છે.