MSUની ચૂંટણી ટાણે જ સલોની મિશ્રાનો NSUI વિરૂદ્ધ બોલતો વીડિયો વાયરલ..જુઓ…વિડીયો…

Spread the love

જય હો ગૃપે વીડિયો જુનો ગણાવ્યો : ગત વર્ષે યુથ ફેસ્ટીવલના કાર્યક્રમને પગલે વિવાદ સર્જાયો હતો

એજ્યુકેશન,વડોદરા-મી.રીપોર્ટર,૧૪મી ઓગસ્ટ.

આજે એમ.એસ. યુનિવર્સીટીમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં યુ.જી.એસ.ના ઉમેદવાર સલોની મિશ્રા અને પૂર્વ યુ.જી.એસ. વ્રજ પટેલ વચ્ચે ગત વર્ષે થયેલા વિવાદનો વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં એન.એસ.યુ.આઇ. અને જય હો સાથે ચૂંટણી લડી રહ્યું છે. ત્યારે હરીફ જૂથ દ્વારા મતોનું વિભાજન કરવા ગત વર્ષનો વિડીયો વાયરલ કર્યો હોવાનું કેમ્પસમાં ચર્ચાઇ રહ્યું છે.

ગત વર્ષે એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એન.એસ.યુ.આઇ. અને જય હો આમને-સામને ચૂંટણી લડ્યું હતું. જે ચૂંટણીમાં એન.એસ.યુ.આઇ.માંથી યુ.જી.એસ. તરીકે વ્રજ પટેલ અને વી.પી. તરીકે જય હો ગૃપની સલોની મિશ્રા ચૂંટાઇ આવ્યા હતા. બંને ચૂંટાઇ આવ્યા પછી પણ તઓ વચ્ચેનો યુનિ.ના વિવિધ કાર્યક્રમો બાબદે મતભેદો સતત ચાલુ રહ્યા હતા. જેમાં યુથ ફેસ્ટીવલ કાર્યક્રમ વચ્ચે સલોની મિશ્રા અને વ્રજ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. અને તે વિડીયો તે સમયે વાયરલ થયો હતો.

આ વર્ષે આ બંને જૂથ સાથે મળીને ચૂંટણી લડી રહ્યું છે. જય હો ગૃપ તરફથી સલોની મિશ્રા યુ,જી.એસ. તરીકે અને એન.એસ.યુ.આઇ. તરફથી વી.પી. પદ માટે હિના પાટીદાર ચૂંટણી મેદાનમાં છે. ત્યારે પૂર્વ યુ.જી.એસ. વ્રજ પટેલ પણ ગત વર્ષના અણબનાવોને ભૂલીને બંને ઉમેદવારોને ચૂંટી લાવવા માટે કમરકસી હતી. આમ આ વખતની ચૂંટણીમાં એન.એસ.યુ.આઇ. અને જય હો ગૃપ ગઠબંધનનો વિજય નિશ્ચિત મનાય રહ્યો છે.

આ વખતની ચૂંટણીમાં હરીફ જૂથોને પોતાનો પરાજય સામે દેખાતા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને મતોની વિભાજન કરવા માટે ગત વર્ષે સલોની મિશ્રા અને વ્રજ પટેલ વચ્ચે થયેલ વિવાદનો વિડીયો વાયરલ કરતા કેમ્પસમાં ચકચાર મચી ગઇ છે. જોકે, ચૂંટણીટાણે વાયરલ કરાયેલ વિડીયો કોણે ફાયદો કરાવશે અને કોણે નુકશાન પહોંચાડશે. તે મોડી સાંજ સુધીમાં સ્પષ્ટ જશે.