વેલેંટાઈન ડે સ્પેશિયલ : લિપસ્ટીકના રંગ બતાવે છે, તમારી ગર્લફ્રેન્ડ અને પત્ની કેટલી બોલ્ડ મિજાજ વાળી છે ?

www.mrreporter.in
Spread the love

વુમન – મી.રિપોર્ટર, 13મી ફેબ્રુઆરી.

વિશ્વના કોઈપણ ખૂણામાં રહેતી દરેક સ્ત્રીઓને લિપસ્ટિક લગાવવી ગમતી હોય છે. સ્ત્રીઓ પોતાના સુંદર અને સ્ટાઈલિશ લુક માટે અલગ અલગ શેડનો ઉપયોગ કરે છે.  સ્ત્રીઓ પોતાના સ્પેશિયલ ડે પર પોતાનો મનગમતા શેડનો ઉપયોગ કરે છે. સ્ત્રીઓની લિપસ્ટીકના શેડથી તમે સ્ત્રીઓના મિજાજ વિશે જાણી શકો છો. વેલેંટાઈન વીક ચાલી રહ્યુ છે એવામાં તમે પોતાની ગર્લફ્રેન્ડ અને પત્નીની લિપસ્ટીકના શેડથી તેના મિજાજ વિશે જાણી શકો છો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

 

www.mrreporter.in

રેડ કલર : જે સ્ત્રીઓને બ્રાઈટ કલર ગમતા હોય જેવા કે રેડ કલર, તે સ્ત્રીઓ ઘણી આત્મ વિશ્વાસથી ભરેલી અને જિન્દાદિલ હોય છે. રેડ લિપસ્ટીકવાળી સ્ત્રીઓને આકર્ષણનુ કેન્દ્ર બની રહેવાનુ ગમતુ હોય છે. રેડ લિપસ્ટીકવાળી સ્ત્રીઓ ઘણી બોલ્ડ હોય છે.

બ્રાઉન કલર : પ્લમ કે બ્રાઉન કલરનો લિપ શેડ પસંદ કરતી સ્ત્રીઓ બહુ જલ્દી કંટાળી જાય છે, એ કોઈ પણ પ્રકારના પડકારોનો સામનો કરવાનુ ગમતુ નથી. બ્રાઉન શેડ પસંદ કરનાર સ્ત્રીઓ રહસ્યમયી હોય છે.

ઑરેન્જ કલર : જે સ્ત્રીઓને ઑરેન્જ કલર ગમતો હોય તેમનો સ્વભાવ ઘણો ગરમ હોય છે. તેમના ચહેરાથી જોશ છલકાય છે. આ રીતની સ્ત્રીઓ પોતાના કામ માટે ઘણી સીરિયસ રહેતી હોય છે.

પિંક કલર : સ્ત્રીઓને ખૂબ ગમતી હોય છે. મોટાભાગની સ્ત્રીઓ પિંક લિપસ્ટીક લગાવવાનુ પસંદ કરે છે. જે છોકરીઓને પિંક કલર બહુ ગમતો હોય તે દિલની ખૂબ સારી હોય છે. પિંક કલરની લિપસ્ટીક પસંદ કરનાર સ્ત્રીઓ ઘણી સંવેદનશીલ હોય છે. વળી, તે દરેક પરિસ્થિતિમાં પૉઝિટીવ રહેનાર હોય છે. આવી સ્ત્રીઓ કોઈનુ પણ દિલ જીતવામાં સફળ રહે છે.

ન્યૂડ કલર : સ્ત્રીઓ ખૂબ સિમ્પલ હોય છે. આ રીતની સ્ત્રીઓ દરેક વસ્તુ માટે બહુ સાફ મનની હોય છે. આ રીતની સ્ત્રીઓનો સ્વભાવ ખૂબ શાંત હોય છે.

વાઈન કલર : લિપસ્ટીક પસંદ કરનાર સ્ત્રીઓ ઘણી બોલ્ડ હોય છે. આ રીતની સ્ત્રીઓને લોકોનુ ધ્યાન ખેંચવાનુ ખૂબ સારુ આવડે છે. આ રીતની સ્ત્રીઓને લાઉડ મ્યુઝિક સાંભળવુ ખૂબ ગમતુ હોય છે.

ગુજરાતના  અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ. રિપોર્ટર પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.