વૈષ્ણવાચાર્ય પ.પૂ. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી ને Mr.Reporter Fb live માં નિહાળો….click it

www.mrreporter.in
Spread the love

વડોદરા- ધાર્મિક, ૨૧મી મે. 

www.mrreporter.inકોરોના વાયરસની વૈશ્વિક મહામારીને પરાસ્ત કરવા ભારત સરકાર દ્વારા lockdown નો આશરો લેવામાં આવ્યો છે. આ લોકડાઉનમાં ધંધા રોજગારની સાથે ભાવિક ભક્તોના આસ્થા કેન્દ્ર સમાન મંદિરો પણ બંધ હાલતમાં હોઈ શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દર્શન દુર્લભ બન્યા છે. મનની શાંતિ માટે પરમાત્માના દર્શન રોજ કરવા ટેવાયેલા શ્રદ્ધાળુઓ આ પરિસ્થિતિમાં માનસિક રીતે હતાશ થયા છે. શ્રદ્ધાળુઓ અને ભક્તોની બગડેલી આ મનોદશાની ચિંતા કરીને MR.REPORTER ન્યૂઝ portal દ્વારા ગુરુવાર તારીખ 21 મેના રોજ 7:30 કલાકે FB Live Show નું આયોજન કરાયું છે.

શ્રી કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પ.પૂ. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી FB Live Show માં MR.REPORTER ન્યૂઝ વેબ પોર્ટલના એડિટર ઇન ચીફ ધીરજ ઠાકોર સાથેના રૂબરૂ સાક્ષાત્કાર (Intervew)માં લોકડાઉનને કારણે બગડેલી મનોદશાને ભક્તો કેવી રીતે દૂર કરી શકે તે અંગે માર્ગદર્શન આપશે. આજનો આ પ્રોગ્રામ જોવાનું ભૂલતાં નહીં.