વહુ ની જાહેરાત : સાસુ માટે બોયફ્રેન્ડ જોઈએ છે, બે દિવસ માટે ને મેળવો રૂપિયા 72 હજાર ! ક્યાં ?

www.mrreporter.in
Spread the love

દેશ-વિદેશ- મિ.રિપોર્ટર, ૧૭મી જુલાઈ. 

ટેકનોલોજીના યુગમાં લોકો પોતાની દરેક તમન્ના અને ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે અવનવા તુક્કા અજમાવતા હોય છે. આવો જ એક તુક્કો એક વહુ એ પોતાની સાસુની દિલ ની ઈચ્છા પૂર્ણ કરવા માટે લગાવ્યો છે.  અમેરિકા દેશમાં રહેતી એક યુવતીએ  પોતાના સાસુ માટે બોયફ્રેન્ડ ભાડા પર મેળવવા માટે એક અનોખી જાહેરાત આપી છે.  તેની આ જાહેરતા હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

વહુ એ પોતાની સાસુ માટે માત્ર બે દિવસ માટે જ બોયફ્રેન્ડ જોઈએ છે તેવી આપેલી જાહેરાત પર અનેક લોકોએ પોતાના મંતવ્ય આપ્યા છે.  જાહેરાતમાં યુવતીએ લખ્યું છે કે , તેના સાસુ માટે બોયફ્રેન્ડ જોઈએ છે અને માત્ર બે દિવસ માટે.  ન્યૂયોર્કની હડસન વેલીમાં આ યુવતી તેમની સાસુ સાથે રહે છે. આ યુવતી એ જાહેરાતમાં જણાવ્યું છે કે તેમની સાસુ ૫૧ વર્ષની છે અને તેમને એક  સાથી ની  જરૂર છે, જે તેમની સાથે લગ્ન અને ડિનરમાં સામેલ થઈ શકે.  એટલું જ નહિ પણ બે દિવસ સુધી બોયફ્રેન્ડે  તેના સાસુ સાથે રહેવું પડશે,  જેના માટે નકલી બોયફ્રેન્ડને ૧૦૦૦ ડોલર (લગભગ 72 હજાર રૂપિયા) મળશે.

ખરેખર વાત એમ છે કે  યુવતીને એક લગ્ન સમારંભમાં જવાનું છે. જેમાં તે પોતાની સાસુને પણ લઇ જવા માંગે છે! તે ઈચ્છે છે કે આ લગ્નમાં સાસુ પણ સુંદર કપડામાં એક કપલની જેમ જ દેખાય! ક્રેગલિસ્ટ નામના સોશિયલ મીડિયા પર લખવામાં આવ્યું છે કે, તેમના સાસુ સફેદ રંગના કપડા પહેરશે તથા ભાડાના બોયફ્રેન્ડને તેમની સાથે કપલની જેમ દેખાવાનું નાટક કરવાનું રહેશે.

આ જાહેરાતમાં ભાડા નો  બોયફ્રેન્ડ કેવો હોવો જોઈએ તેના અમુક લક્ષણો પણ જણાવવામાં આવ્યા છે. આ જાહેરાતમાં બોય ફ્રેન્ડ બનવા માટે ઉંમર નો પણ ઉલ્લેખ કરાયો છે! ૪૦થી ૬૦ વર્ષ ની વચ્ચેની ઉંમર ધરાવતા વ્યક્તિની જરૂર છે. તે સારો ડાન્સર હોવો અને વાત કરવામાં પણ સારો હોય તેવા વ્યક્તિની જરૂર છે. આ જાહેરાત રેડિટ પર પસાર થતા યુઝર્સ જાત જાત ની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુવતીએ કોમેન્ટ માં લખ્યું કે જ્યારે આ જાહેરાત મે વાંચી તો મેં તરત મારા પતિ વિશે વિચાર્યું! ઘણા યુઝર્સનું માનવું છે કે આ ખૂબ જ યોગ્ય સોદો છે. ઘણાનું માનવું છે કે ભોજન અને મુસાફરી ની ચુકવણી અલગથી મળી રહે છે, તો તેનાથી સારું શું હોઈ શકે?

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.