રાજનીતિ- વડોદરા, મી.રીપોર્ટર, ૧લી ફેબ્રુઆરી.
દેશમાં હાલમાં CAA અને NRC ના કાયદાનો કેટલાક સંગઠનો દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે. એમાય ભાજપ વિરોધી રાજ્યોમાં તો તેને લાગુ નહિ કરવાનો ઠરાવ પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, કલકત્તા સહીતના રાજ્યોની સરકારે કરી લીધો છે. તો બીજી બાજુ છેલ્લા એક મહિના થી દિલ્હીના શાહીનાગ વિસ્તારમાં મહિલાઓની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. દિવસ રાત ચોવીસ કલાક સરકાર વિરૂદ્ધ ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શને સરકાર વિરોધી સ્વરૂપ ધારણ કરી લીધું છે. ત્યારે વડોદરાનો તાંદલજા વિસ્તાર પણ શાહીનબાગ બન્યો છે. જ્યાં એમ.એસ.યુનિ.ની વિદ્યાર્થીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો એકત્ર થઇ શાહીનબાગ સ્ટાઇમાં CAA અને NRCના કાયદાનો વિરોધ કરી રહ્યાં છે.
શહેરનો તાંદલજા વિસ્તાર અલ્પસંખ્યક એટલેકે લધુમતીઓનો ગઢ છે. દિલ્હીના શાહીનબાગ બાદ ગુજરાતના વડોદરાના તાંદલજા વિસ્તારમાં શાહીનબાગ સ્ટાઇલમાં CAA અને NRCનો વિરોધ થતાં હવે ચર્ચાસ્પદ બન્યો છે. તાંદલજા વિસ્તારમાં આવેલા સોદાગર પાર્ક સ્થિત ખુલ્લા મેદાનમાં મોડી સાંજે તંબુ ઊભુ કરી સ્ટેજ તૈયાર કરી દેવાયું છે. ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હાથમાં પ્લેકાર્ડ લઇ વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી ગયા હતા. આ આંદોલનની આગેવાની એમ.એસ.યુનિ.ની વિદ્યાર્થી યક્ષા શેખે સંભાળી ને સ્ટેજ પરથી “હક્ક હમારા આઝાદી… લડ કે લેંગે આઝાદીના” નારા લાગવવાનુ શરૂ કર્યું હતુ.

સોદાગર પાર્કના ખુલ્લા મેદાનમાં સ્ટોપ ડીવાઇડિંગ ઇન્ડિયા ઇન રિલિજ્યન, રેસિસ્ટ કોમ્યુનલ પોલિટિક્સ ઓફ બીજેપી-આરએસએસ, બોયકોટ એનઆરસી, સેવ હ્યુમેનીટી સેવ ડેમોક્રેસીના સંદેશાઓ લખેલા પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને નાના બાળકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. મોડી રાત્રે આ વિરોધ પ્રદર્શનમાં મહિલાની સાથે સાથે પુરુષો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમને પણ લડ કે લેંગે આઝાદીના” નારા લગાવ્યા હતા.