NPR અને NRC નો ભય દૂર કરવા અને કાયદાની જોગવાઇઓની સ્પષ્ટતા કરવા વડોદરાના વકીલે PM મોદીને પત્ર લખ્યો

Spread the love

વડોદરા- ક્રાઈમ, મિ.રિપોર્ટર, ૨૭મી ડીસેમ્બર.

NPR અને NRC બાબતે લોકોના ભય અને શંકાને દૂર કરવા અને કાયદાની જોગવાઇઓની સ્પષ્ટતા કરવા માટે વડોદરાના વકીલ અને કોંગ્રેસ અગ્રણી કમલ પંડ્યાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને માંગણી કરી છે. આ ઉપરાંત NRCના વિરોધ અને સમર્થનમાં થઇ રહેલા આંદોલનોમાં પ્રજાના પૈસાનો વ્યય થઇ રહ્યો છે. અને લોકોમાં વૈમનશ્ય પેદા થઇ રહ્યું છે. જેથી આ અંગે ખુલાસા કરતા હોર્ડિંગ્સ અને બેનરો લગાવીને લોકોને સાચી પરિસ્થિતિ અંગે માહિતગાર કરવાની પણ માંગ કરી છે.

latter to pm modi
latter to pm modi

વડાપ્રધાન મોદીને વડોદરાના વકીલ કમલ પંડ્યાએ પત્રમાં લખ્યું છે કે, દેશભરમાં 100 કરોડ લોકો દ્વારા આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. અને આધાર કાર્ડમાં તેમની તમામ માહિતી ઉપલબ્ધ છે. આ માહિતી એન.પી.આર.માં કન્વર્ટ થઇ શકે તેમ છે. બીજી તરફ એન.પી.આર.ની કામગીરીમાં 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ સંજોગોમાં આધાર કાર્ડની માહિતી સીધી લઇ લેવામાં આવે તો ખર્ચ ઘટી શકે તેમ છે અને તે પૈસાનો શિક્ષણ અને શિક્ષિત બેરોજગારોને નોકરી આપવામાં અને દેશના વિકાસમાં તેનો સદઉપયોગ થઇ શકે તેમ છે. નવા અખતરાઓ દ્વારા પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે

વકીલ કમલ પંડ્યાએ વડાપ્રધાનને પત્રમાં વધુમાં લખ્યું છે કે, આજે મોંઘવારી વધી રહી છે. બરોજગારોની સંખ્યા વધી રહી છે. વસ્તી વધારો પણ ચરમસીમાએ છે. ધંધા-રોજગાર ઠપ થઇ ગયા છે. આવા સમયે નવા અખતરાઓ દ્વારા પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. તે દુ:ખદ બાબત છે. જે અંગે વડાપ્રધાનને જરૂરી ખુલાસા કરવા અને પ્રજામાં રહેલી અસંતોષ અને અજંપાની લાગણી દૂર કરવાની કાર્યકાહી કરવાની અમારી માંગણી છે.