રાજનીતિ-મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી એપ્રિલ
વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના સમર્થનમાં વડોદરા આવેલા કેન્દ્રીય રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, ગત ફેબ્રુઆરી માસમાં ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનનું એફ-16 જ તોડી પાડ્યું હતું. અમેરીકાના મેગેઝીન દ્વારા એફ-16 ન હોવાના કરવામાં આવેલા દાવાને નકારી કાઢ્યો હતો.
કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરીકાના મેગેઝીને એફ-16 પાકિસ્તાનમાં જ છે. તેવો દાવો કર્યો હતો. તેજ સાંજે એરફોર્સે સાંજે એફ-16ના તોડી પાડ્યાના પુરાવા આપ્યા હતા. તેઓએ ગત ફેબ્રુઆરી માસમાં પુલવામાં આર્મી ઉપર થયેલા હુમલાને આત્મઘાતી હુમલો ગણાવ્યો હતો. આ હુમલા બાદ આઇ.બી. તરફથી ઇમ્પુટ મળ્યા હતા કે, હજુ હુમલા થઇ શકે છે. આમ છતાં આપડે 12 દિવસ રાહ જોઇ હતી. પરંતુ, પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ઇન્ડિયન એરફોર્સ દ્વારા એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી.
કેન્દ્રીય રક્ષા મંત્રીએ જણાવ્યું કે, વર્ષ-2014ની જેવીજ 2019ની ચૂંટણી વિશેષ છે. કારણ કે, 2014માં ભ્રષ્ટાચારી સરકારને દૂર કરવા સામેની ચૂંટણી હતી. જ્યારે 2019ની ચૂંટણી છેલ્લા 5 વર્ષમાં મોદી સરકારમાં થયેલી કામગીરીની ઉપલબ્દીઓ દેશ સામે રજૂ કરીને પુનઃ સરકાર બનાવવાની છે. અને દેશને સુરક્ષીત હાથમાં સોંપવાની છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આજે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના સમર્થનમાં આવી છું. છેલ્લા 5 વર્ષમાં વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સીટી બની છે. હાઇસ્પીડ બુલેટ ટ્રેનનું ટ્રેનિંગ સેન્ટર વડોદરામાં છે. દેશનું બીજુ ગ્રીન એરપોર્ટ વડોદરામાં બન્યું છે. એગ્રીકલ્ચર સાયન્સ સેન્ટર વડોદરામાં સ્થપાનાર છે. છાયાપુરી અને પ્રતાપનગર સેટેલાઇટ સ્ટેશન બનાવવામાં આવશે. વડોદરામાં ત્રિપલ ટી.ટી. અને મોર્ડન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. જેવી વિવિધ ઉપલબ્ધીઓ ગણાવી હતી. પત્રકાર પરિષદમાં મેયર ડો. જીગીશાબહેન શેઠ, ધારાસભ્યો યોગેશ પટેલ, જીતુ સુખડીયા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મુકેશ દિક્ષીત સહિત ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.