વડોદરા, ૫મી ફેબ્રુઆરી, ધીરજ ઠાકોર
વડોદરા શહેરમાં નવ લાખથી વધુ લોકો આવકવેરા રિટર્ન ભરે છે. જેમાં ૪૦ હજાર થી વધુ લોકો ૧૦ લાખથી વધુનો ટેક્સ ભરે છે. જયારે શહેરના જ ૨ હજાર લોકો ૧ કરોડથી વધુનો ટેક્સ ભરે છે. આ ટેક્સ ભરનારા લોકોમાં ઘણા બધા લોકો સ્વૈચ્છિક રીતે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરતા જ નથી. સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ન ભરનારા કે રીટર્ન ફાઈલ ના કરનારા સામે આઈ.ટી. એક્ટની કલમ ૨૭૬ સી (૨) તેમજ આઈ.ટી. એક્ટની કલમ ૨૭૬ સી સી હેઠળ ક્રિમિનલ ગુનો નોંધી કાર્યવાહી થઈ શકે છે. એટલું જ નહીં પણ બે વર્ષની જેલ પણ થઇ શકે છે એમ વડોદરાના આવકવેરા વિભાગના ચીફ કમિશનર ડોક્ટર રણંજય સિંહે અત્રે જણાવ્યું હતું.
વડોદરા ઇન્કમટેક્સ વિભાગ ને રૂપિયા ૫૮૩૪ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, આ લક્ષાંક ની સામે રૂપિયા ૩૬૧૦ કરોડ વસુલાત કરવામાં આવી છે જણાવતા વડોદરા ઇન્કમટેક્સ વિભાગના ચીફ કમિશનર ડોક્ટર રણંજય સિંહે વધુમાં જણાવ્યું હતું કે, દરેક જણે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જ જોઈએ. જે વ્યક્તિ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી નથી, તેની સામે કાનૂની કાર્યવાહી થઇ શકે છે. વડોદરા શહેરમાં નવ લાખથી વધુ લોકો આવકવેરા ભરે છે, જોકે તેમાંથી ૭.૧૬ લાખ જેટલા લોકો પાંચ લાખથી ઓછા આવકવેરા સ્લેબમાં આવતાં હોય તેમને હવે લાભ થશે. જોકે આવા લોકોએ ટેકસેબલ કે નીલ અંગેનું રીટર્ન તો ભરવું જ પડશે. ૩૧મી જાન્યુઆરી સુધીમાં વડોદરા IT વિભાગે ૮૩ સર્વે કર્યા હતા, જેમાં રૂપિયા ૪૪.૨૬ કરોડનું કાળુંનાણું જાહેરાત વગરનું પકડી પાડ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં મોટા પ્રમાણમાં પ્રોપટી વેચાય છે. જોકે પ્રોપટી વેચનારે ખરેખર કેપિટલ ગેઈન ટેક્સ ભરવાનો હોય છે. પરંતુ ઘણા બધા લોકોએ પ્રોપટી વેચીને તેનો ટેક્સ ભર્યો નથી. આવા લોકોએ તરત જ રીટર્ન ભરી દેવું જોઈએ….તેમણે વધુમાં શું કહ્યું તે માટે જુઓ..વિડીયો….