સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ૬૪મી શાળાકીય રાષ્ટ્રીય કક્ષા મલખંભ સ્પર્ધામાં વડોદરાની ટીમ વિજેતા

Spread the love

મી.રિપોર્ટર, ૨૯મી ડીસેમ્બર. 

મહારાષ્ટ્રના સતારાના છત્રપતી સાહુ રમત-ગમત સંકુલ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ૬૪મી શાળાકીય રાષ્ટ્રીય કક્ષા મલખંભ સ્પર્ધા ૨૫મી થી ૨૮મી ડીસેમ્બર સુધી યોજાઈ હતી. જેમાં વડોદરાની ગર્લ્સે  રાષ્ટ્રીય કક્ષા ટીમ ચેમ્પિયનશીપમાં તુતીય ક્રમાંક (બ્રોન્ઝ મેડલ) પ્રાપ્ત કર્યો છે.  જયારે બોઈઝની ટીમે ચેમ્પિયનશીપમાં પાંચમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

મલખંભ  સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા  ગુજરાત રાજ્ય ની ટીમ ને છેલ્લા ૨ વર્ષ થી રાષ્ટ્રીય સ્પર્ધા ના પૂર્વે ૧૫ દિવસીય કેમ્પ યોજી તાલીમ આપવા માં આવી હતી. આ તાલીમના પરિણામ ભાગે ગુજરાત રાજ્ય ની ટીમ દ્વારા ખુબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં બહેનો નો રાષ્ટ્રીય કક્ષા ટીમ ચેમ્પિયનશીપમાં તુતીય ક્રમાંક (બ્રોન્ઝ મેડલ) પ્રાપ્ત કરેલ છે. જે બહેનો માં પ્રણાલી ચૌહાણ, પ્રાપ્તિ ગાંધી, અક્ષતા જોષી, ભક્તિ શર્મા નો સમાવેશ થાય છે અને ભાઈઓ નો ટીમ ચેમ્પિયનશીપમાં પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જેમાં વ્રજ પંચાલ, રૂદ્ર રાજપૂત, નિસર્ગ પંચાલ, અથર્વ જોગલેકર નો સમાવેશ થાય છે. અને તમામ ટીમના કોચ તરીકે પાર્થ કંસારા અને તૃપ્તિ નાગુરકર સાથે સમગ્ર ટીમ ના મેનેજર તરીકે ભાવિક મુકાતી નો જવાબદારી સોંપવામાં આવી હતી. મલખંભ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતે તમામ ખેલાડી ને ગુજરાત રાજ્ય નું નામ ભારતભરમાં આગળ લાવવા અને પ્રતિષ્ઠિત કરવા બદલ  અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. 

This slideshow requires JavaScript.