વડોદરાના વિદ્યાર્થીએ અમેરિકામાં એસેસિબિલિટી ઇન એક્શન 3-D પ્રિન્ટેડ મોડેલ કન્સ્ટ્રકશન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું : પ્રજ્ઞાચક્ષુ માટે કામ લાગશે..

Spread the love

જાન્યુઆરી 2019માં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં કામ શરૂ કર્યું હતું : નીલ વ્યાસ અને તેઓની ટીમના વિદેશી સાથી સ્ટુડન્ટ્સ ઇઝાબેલ રોનટ્રી, એન્ડી ઓરેનવેલર અને ગીયાની ટોસનો સમાવેશ થાય છે 

વડોદરા-મિ.રિપોર્ટર, ૮મી મે. 

અમેરિકામાં આર્કિટેકટનો અભ્યાસ કરતા વડોદરાના નિલ વ્યાસ અને તેના સાથી સ્ટુડન્ટ્સે એસેસિબિલિટી ઇન એકશન 3-D પ્રિન્ટેડ મોડેલ કન્સ્ટ્રકશન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. આ મોડેલ પ્રજ્ઞાચક્ષુ અને નબળી દ્રષ્ટીવાળા સ્ટુડન્ટ્સ માટે આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા માટે નવા દ્વાર ખોલશે.

વડોદરામાં આર્કિટેક્ટનો અભ્યાસ પૂરો કરીને આર્કિટેક્ટમાં જ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલા ફતેગંજના રહેવાસી નીલ એચ.વ્યાસ અમેરિકાની જાણીતી લુઇઝીયાના સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે. તેઓએ તેના સાથી વિદેશી સ્ટુડન્ટ્સ સાથે મળીને પ્રજ્ઞાચક્ષુ અને નબળી દ્રષ્ટીવાળા સ્ટુડન્ટ્સ પણ આર્કિટેક્ટનો અભ્યાસ કરી શકે તેવા હેતુથી એસેસિબિલિટી ઇન એક્શન 3-D પ્રિન્ટેડ મોડેલ કન્સ્ટ્રક્શન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે.

નીલ વ્યાસ અને તેઓની ટીમના વિદેશી સાથી સ્ટુડન્ટ્સ ઇઝાબેલ રોનટ્રી, એન્ડી ઓરેનવેલર અને ગીયાની ટોસ દ્વારા જાન્યુઆરી 2019માં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં કામ શરૂ કર્યું હતું. પ્રજ્ઞાચક્ષુ અને નબળી દ્રષ્ટીવાળા સ્ટુડન્ટોને પુસ્તકો દ્વારા આર્કિટેક્ટનો અભ્યાસ કરવો સરળ નથી. પરંતુ આ ટેકનોલોજી પ્રજ્ઞાચક્ષુ અને નબળી દ્વષ્ટીવાળા સ્ટુડન્ટો માટે આર્કિટેક્ટના અભ્યાસ માટે નવા દ્વાર ખોલશે. હાલમાં આ ટીમ પ્રજ્ઞાચક્ષુ અને નબળી દ્રષ્ટીવાળા પાસેથી પ્રતિભાવો મેળવી રહ્યા છે. પ્રતિભાવો મેળવ્યા બાદ આ પ્રોજેક્ટ ઉપર વધુ કામ કરશે.