વડોદરાનો વિદ્યાર્થી આંખે પાટા બાંધી 5 કિ.મી. સ્કેટિંગ કરશે, વાંચો ક્યારે ?

રોનિતને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળશે

મિ.રિપોર્ટર, ૧લી જાન્યુઆરી  ધીરજ ઠાકોર

શહેરમાં ૬ ઠ્ઠી જાન્યુઆરીના રોજ  યોજાનાર વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ધોરણ-10માં  અભ્યાસ કરતો અને વડોદરાનો 15 વર્ષનો રોનિત જોષી આંખે પાટા બાંધીને 5 કિ.મી.ની સ્કેટીંગ દોડ કરશે. અને પોતાનું ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવશે.

શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલી સર્વમંગલ હાઇસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરનાર રોનિત છેલ્લા એક વર્ષથી આંખે પાટા બાંધીને આજ્ઞાચક્ર શક્તિ તાલિમ લઇ રહ્યો છે. તે  આંખે પાટા બાંધેલી હાલતમાં કોઇ પણ કાર્ડ આંગળીના ટેરવાનો ઉપયોગ કરીને વાંચે છે. તે સામેની કોઇ પણ વ્યક્તિના વિચારોને જાણવાની અદભૂત શક્તિ ધરાવે છે. રોનિત પ્રથમ વખત જ  મેરેથોનમાં ભાગ લેશે. રોનિત દોડતી વખતે ક્યુબ સ્વોલ પણ કરશે.

This slideshow requires JavaScript.

મેરેથોનમાં આંખે પાટા બાંધી 5 કિ.મી. સ્કેટિંગ કરવા અંગે રોનિત જોષીએ જણાવ્યું હતું કે, મારા પિતા રાજેશભાઇ જોષી હું જે સ્કૂલમાં અભ્યાસ કરું છું. તે સ્કૂલમાં શિક્ષક છે.
ધોરણ-8માં અભ્યાસ કરતો હતો. ત્યારે મારા ટીચરે મને મેડીટેશન કરવા માટે જણાવ્યું હતું. ત્યારથી મેં વાઘોડિયા રોડ ઉપર એક ક્લાસમાં જવાનું શરૂ કર્યું છે. દરેક વ્યક્તિના બે મગજ હોય છે. જેમાં ડાબી બાજુનુંજ એક્ટીવ હોય છે. જમણી બાજુનું મગજ એક્ટીવ હોતુ નથી. મેં મારું જમણું મગજ પણ એક્ટીવ કર્યું છે. જેણે આજ્ઞાચક્ર કહે છે. આ વિદ્યાથી મારા અભ્યાસમાં પણ ફરક પડ્યો છે. હું મારી બહેન ઋચીની જેમ બાયોપ્સી લેબ ટેકનિશ્યન બનવા માંગુ છું. મને મ્યુઝિક અને ડ્રોઇંગનો પણ શોખ છે.