વડોદરામાં ઓનલાઈન ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, 4 કોલગર્લ અને 6 દલાલ ઝડપાયા

Spread the love

છ એજન્ટ પાસેથી કોન્ડોમ સહિત 93 હજારનો મુદ્દામાલ પકડાયો : પકડાયેલા ચાર રૂપ લલનાઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાઈ

ક્રાઈમ- વડોદરા, મિ.રિપોર્ટર, ૧લી માર્ચ. 

વડોદરા શહેરમાં ચાલતાં ઓનલાઈન આંતરરાજ્ય હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે બે જગ્યાએ દરોડા પાડીને 4 રૂપ લલનાઓ સહિત છ દલાલને ઝડપી પાડ્યાં હતાં. હાલ પોલીસે એજન્ટને ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરીછે.

પોલીસને ઓનલાઇન આંતર રાજય હાઇ પ્રોફાઇલ સેકસ રેકેટ કેટલાક ઇસમો દ્વારા Highest Standard Call Girls Escort Service Vadodara તથા oklute વેબસાઇટ ઉ૫રથી કોઇપણ વ્યકિત કોલ કરીને તેને મનપસંદ યુવતીને બોલાવી શકે તેવુ સર્ચિગ દરમ્યાન જાણવા મળ્યું હતું.જેથી બાતમીના આધારે વેબસાઇટ ચેક કરી વોટસઅપના માધ્યમથી દેહવિક્રયનો ધંધો કરતા એજન્ટનો કોન્ટેકટ કરી હોટલ સગુન રેસીડેન્સી તથા અર્થ કોમ્પ્લેક્ષ, ફલેટ નં.૨૦૨ અક્ષર ચોક જે.પી.રોડ ખાતે રેઇડ કરતા કુલ-૦૬ એજન્ટો તથા કુલ-૦૪ કોલગર્લને ઝડપી પાડવામાં આવ્યાં હતાં.

પોલીસની પ્રથમ રેઈડમાં પકડાયેલા  આરોપીના નામ સરનામા

પહેલી રેઇડમાં પકડાયેલ આરોપીઓ (૧) નિતીન દિનેશભાઇ વાળા રહે.ચિતલગામ, હરીજનવાસ, કાલવા ચોક તા.જી.અમરેલી (ર) સંદિપકુમાર શ્રીવિનોદકુમાર કુમાર રહે.૯૬૦, ગલી નં.૧૧, કપાસ હેરા, મલીકપુર કોહી ઉર્ફે રંગપુરી, દક્ષિણ- પશ્ચિમ દિલ્હી (૩) અર્જનસીંગ દેવીસીંગ રાજપુત રહે.૧૪/૨, રીંગણી ખેડા ગામ, સિંગાર ચોરી-૯૩, તા.જી.સાજાપુર મધ્યપ્રદેશ તથા વોન્ટેડ અરવિંદ શર્મા ઉર્ફે પારસ શર્મા રહે.પઠાણ કોટ, પંજાબ તથા બે કોલગર્લ.

પોલીસની  બીજી રેઈડમાં પકડાયેલા  આરોપીના નામ સરનામા

બીજી રેઇડમાં પકડાયેલ આરોપીઓ (૧) ચીરાગ રમેશભાઇ દુધાત (૫ટેલ) રહે.મ.નં.૭, શિવશકિતનગર સોસાયટી, ઇન્ડીયા કોલોની રોડ, બાપુનગર અમદાવાદ હાલ રહે.પીટી/૨, રમેશ્વર એપાર્ટમેન્ટ, ડી.આર.એમ.સ્કુલ સામે, દિવાળીપુરા વડોદરા (ર) સંજયકુમાર ડાહયાભાઇ ચક્રવર્તી રહે.ખરોડ ગામ, તા.વિરપુર જી.મહીસાગર (૩) વિનોદભાઇ નાગજીભાઇ પટેલ રહે.૭, જય દ્રારકેશ એપાર્ટમેન્ટ શાક માર્કેટ પાસે, પુણાગામ, તા.જી.સુરત તથા બે કોલગર્લ.

6 હજારથી 15 હજાર રૂપિયા ચાર્જ લેવાતો….

પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૪૩,૦૦૦/- તથા એક એકટીવા કિ.રૂ.૫૦,૦૦૦/- તથા કોન્ડમ કિ.રૂ.૧૧૦/- મળી કુલ્લે કિ.રૂ.૯૩,૧૧૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યાં હતાં. આરોપીઓ ઈન્ટરનેટ પર ફોટો દ્વારા છોકરીઓ નક્કી કરતાંહતાં. ઓનલાઇન હાઇ પ્રોફાઇલ દેહ વ્યાપારની દલાલી કરતા ઇસમો સામેથી સ્વરૂપવાન યુવતીઓના ફોટા વોટસઅપ મોકલી આપતા હતા અને યુવતી દીઠ એક પ્રોગ્રામના રૂ.૬૦૦૦/- તથા નાઇટના રૂ.૧૫,૦૦૦/-નો ભાવ નકકી કરતા હતા.

કોલગર્લને કોન્ટ્રાક્ટ પર  રખાઈ…

પોલીસને આ સેકસ રેકેટના સર્ચીંગ તથા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ હાઇ પ્રોફાઇલ સેકટ રેકેટ ચલાવનાર ઇસમો સ્વરૂપવાન યુવતીઓને કોન્ટ્રાકટ ઉ૫ર રાખી ખાવા પીવા તથા રહેવાની વ્યવસ્થા કરતા હતાં. પકડાયેલ યુવતીઓમાં ત્રણ પરપ્રાંતની તથા એક ગુજરાતની છે. આ હાઇ પ્રોફાઇલ સેકસ રેકેટના તાર કયાં સુધી ફેલાયેલ છે તેની વધુ તપાસ એસ.ઓ.જી. વડોદરા શહેર દ્વારા હાથ ધરવામાં આવી છે.