આર.એમ.એસ. પોલિટેકનિક કોલેજના સ્ટુડન્ટ્સે  રેતીમાંથી કચરો કાઢવાનું મશીન બનાવ્યું : ત્રિદિવસીય ટેક્નિકલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનોવિઝ  અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ૫૦ પ્રોજેક્ટ રજૂ કરાયા

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૧મી ફેબ્રુઆરી.

 વડોદરા શહેર નજીક આવેલી આર.એમ.એસ. પોલિટેકનિક કોલેજમાં આજથી ત્રિદિવસીય ટેક્નિકલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનોવિઝ ૨૦૧૯નો પ્રારંભ થયો હતો. જેનું ઉદ્ઘાટન કોલેજના ચેરમેન મનીષ શાહ, વી.સી.સી.આઇ.ના સેક્રેટરી હિમાંશુ પટેલ અને વી.સી.સી.આઇ. કમિટીના સભ્ય જલેન્દુ પાઠકે કર્યું હતું. કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બતાવી હતી. જયારે ટેક્નિકલ કાર્યકમમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર ૫૦થી વધુ પ્રોજેક્ટ બનાવ્યા હતા, જેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. 

This slideshow requires JavaScript.

ઇનોવિઝ ૨૦૧૯ અંતર્ગત RMS પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થી ગૃપે આવનારા સમયની માંગ પ્રમાણે બલૂન દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે. તો બીજા ગૃપ દ્વારા રેતીમાંથી કચરો કાઢવાનું મશીન બનાવ્યું છે. આ કોલેજના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટોને નેશનલ લેવલની કોમ્પિટીશનમાં સ્થાન મળ્યું છે.

આકાશમાંથી વીજળી ઉત્પન કરવાનો પ્રોજેક્ટ

આકાશમાંથી વીજળી ઉત્પન કરવાનો પ્રોજેક્ટ કોલેજના વિદ્યાર્થીઓ રોશન બારીયા, જય ભાવસાર, ધ્રુવિલ રાયકુંડાલીયા અને પરમજીત ઠાકોરના ગૃપ દ્વારા હિલયમના ઉપયોગની મદદથી રજૂ કર્યો છે. વિદ્યાર્થી ગૃપે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જળ વિદ્યુત, કોલસા આધારિત વીજળી અને સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવાના વિકલ્પો છે, ત્યારે આવનારા સમયમાં આકાશમાંથી વીજળી ઉત્પન કરવાના દિવસો દૂર નથી. કોલેજ દ્વારા આયોજીત આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ બહાર આવે છે. અને તેઓને જીવનમાં કંઇક કરવાની પ્રેરણા મળે છે. અમારો આ પ્રોજેક્ટ નેટ અને કોલેજના પ્રોફેસરોના મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.

રેતીમાંથી કચરો અલગ કરતુ મશીન બનાવ્યું

રેતીમાંથી કચરો કાઢવાનું મશીન કોલેજના વિદ્યાર્થીઓ માનવ ઝંડે, હિમાંશુ બાટા અને માનીત મહેતા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વીજળી દ્વારા સંચાલિત આવનારા દિવસોની માંગ હશે. તેમ જણાવતા તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે જો આવા મોટા કદના મશીનો બનાવવામાં આવે તો દરિયા કિનાર, નદી કિનારે રેતીમાં નાંખવામાં આવતો કચરો સાફ કરવામાં આ મશીન આશિર્વાદરૂપ પુરવાર થશે.

કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા રજુ કરાયેલા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ અંગે કોલેજના ચેરમેન મનિષ શાહે જણાવ્યું હતું કે, કોલેજમાં ઇનોવિઝ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. આવા પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓમાં રહેલી કલ્પના શક્તિ બહાર આવે છે. કોલેજે તેના ટૂંકા ગાળામાં પ્રગતિ કરી છે. કોલેજને તાજેતરમાં જ દિલ્હી સ્થિત આઈ.સી.સી.આઈ એટલેકે ઈન્ટીગ્રૅડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા RMS પોલિટેકનિક કોલેજને બેસ્ટ  પોલિટેકનિક ઓફ ગુજરાત ૨૦૧૯નો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલમાં જ GTU દ્વારા આપવામાં આવેલા પરિણામમાં પણ RMS પોલિટેકનિક કોલેજએ મધ્ય ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. કેમિકલ બ્રાંચે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને ગૌરવ વધાર્યું છે. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: