વડોદરા, મિ.રિપોર્ટર, ૨૦મી ફેબ્રુઆરી
જમ્મુ કાશ્મીર પુલવામામાં પાકિસ્તાન પ્રેરિત જેશ એ મોહમ્મદના આતંકીઓ કરેલા કાયરતાપૂર્ણ હુમલામાં શહીદ થયેલા દેશના ૪૪ વીર સૈનિકોની વીરતાને નમન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરાના કારેલીબાગ ના રહીશો એ કેન્ડલ માર્ચ કરીને ૧૧૫ ફૂટનો અખંડ ભારતનો નકશો અને અમર જવાનની છબી કેન્ડલ દ્વારા ઉભી કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી.
કારેલીબાગ ના રહીશોએ ગઈકાલે આતંકી હુમલા માં દેશ માટે શહીદ થનાર ૪૪ વીર સૈનિકોની વીરતાને નમન કરવા હેતુ કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કારેલીબાગ ના રહીશોએ સ્ટેટ બેન્ક સોસાયટી આયૅકન્યા વિદ્યાલય પાછળ થી શરૂ કરી અંબાલાલ પાકૅ ગરબા ગ્રાઉન્ડ સુધી હાથમાં કેન્ડલ લઈને રેલી કાઢી હતી. રેલીમાં વીર જવાન અમર રહો, ના નારા સાથે શહીદ થયેલા સૈનિકોના પરિવાર માટે સંવેદના રજુ કરી હતી. રેલી બાદ ૫૫૦થી વધુ રહીશોએ ૧૧૫ ફૂટનો અખંડ ભારતનો નકશો અને અમર જવાનની છબી કેન્ડલ દ્વારા ઉભી કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમ ના અંતે શહિદ થયેલ વીર જવાનો માટે રાષ્ટ્રગીત ગાઇ ને વીર જવાનો ને નમન કરીને દુશ્મનોના દાત ખાટ્ટા કરવાનો નિર્ણય લીધો હતો….જુઓ…વિડીયો…