સ્લમ વિસ્તારના બાળકોને ” ગુડ ટચ બેડ ટચ” વિશે વડોદરા પોલીસની ટીમ સમજ સ્પર્શ અને NGO દ્વારા જાણકારી અપાઈ

Spread the love

સ્વૈચ્છિક સંસ્થા સ્નેહ ફાઉન્ડેશનના  હિના  રાવલ અને બા-બાપુ ગાર્ડનના પ્રમુખ સુધીરભાઇ દેસાઇએ પણ બાળકોને સમજ આપી 

વડોદરા, મિ.રિપોર્ટર, ધીરજ ઠાકોર.

શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા બા-બાપુ ગાર્ડનમાં સ્લમ વિસ્તારના બાળકોને વડોદરા પોલીસની સમજ સ્પર્શ ટીમ, સ્વૈચ્છિક સંસ્થા સ્નેહ ફાઉન્ડેશન અને બા-બાપુ ગાર્ડનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમમાં  છૂના હમકો પ્યાર સે હી…એન્થમ સોંગ દ્વારા  ” ગુડ ટચ અને બેડ ટચ “ ની સમજ આપવામાં આવી હતી.  કાર્યક્રમના અંતે ગરીબ બાળકોને ઉત્તરાયણ નિમીત્તે પતંગ, દોરા, ટી-શર્ટ, ચોકલેટ વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરના નાયબ પોલીસ કમિશનર સરોજકુમારી દ્વારા સ્લમ વિસ્તારના 500 જેટલા બાળકો અને વાલીઓને ગુડ ટચ બેડ ટચ ફિલ્મ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોને શાળામાં નિયમીત જવા અને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. સમજ સ્પર્શની મહિલા પોલીસની ટીમ સાથે સ્નેહ ફાઉન્ડેશનના અગ્રણી હિના રાવલ અને બા-બાપુ ગાર્ડનના પ્રમુખ સુધીરભાઇ દેસાઇ  પણ જોડાયા હતા. ડી.સી.પી. સરોજકુમારીએ જણાવ્યું હતુ કે, સમજ સ્પર્શ ટીમ, સામાજિક સંસ્થાઓની મદદથી ગુડ ટચ અને બેડ ટચની વિવિધ માધ્યમો દ્વારા બાળકોને સમજ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અભિયાનને અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે. આ કાર્યક્રમોથી બાળકો અને તેમના વાલીઓમાં પણ જાગૃતિ આવી રહી છે.

This slideshow requires JavaScript.