વડોદરાની PF ઓફીસના એન્ફોર્સમેન્ટ ઓફીસરને CBI એ દરોડા પાડીને રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપાયો..વાંચો…

Spread the love

સીબીઆઇની ગાંધીનગરની ટીમે પી.એફ. ઓફીસમાં છટકુ ગોઠવીને  એનફોર્સમેન્ટ ઓફસીર રજનીશ તિવારી લાંચ લેતા રંગેહાથે ઝડપાયાં :  રજનીશની પત્ની પારૂ પણ અગાઉ રૂ. 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ હતી

વડોદરા, મિ.રિપોર્ટર, ૧૧મી જાન્યુઆરી. 

શહેરના અકોટા સ્થિત  પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફીસર રજનીશ તિવારી રૂ. 5 લાખની લાંચ લેતાં સીબીઆઈના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. અત્રે નોંધનિય છે કે, અગાઉ રજનીશ તિવારીની પત્ની પારૂ પણ રૂ. 1 લાખની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાઈ હતી.

 પી.એફ ઓફીસમાં એન્ફોર્સમેન્ટ ઓફીસર રજનીશ તિવારીએ કંપનીના સર્વે માટે રૂપિયા 20 લાખની લાંચની માંગણી કરી હતી. જેથી આ અંગેની ફરીયાદ ગાંધીનગર સીબીઆઇને મળી હતી. સામાન્ય રીતે આ પ્રકારની ફરીયાદ લાંચ રૂશવત વિરોધી શાખાને મળતી હોય છે, પરંતુ આ કેસમાં વડોદરા એસીબી ઉંઘતી ઝડપાય હતી. પી.એફ ઓફીસમાં એન્ફોર્સમેન્ટ ઓફીસરે સર્વે માટે રૂ. 20 લાખની માંગી કરી હોવાની ફરીયાદ સીબીઆઇને મળતી છટકુ ગોઠવી દેવામાં આવ્યું હતુ.

This slideshow requires JavaScript.

જોકે આજ રોજ રજનીશ તિવારી લાંચના રૂ. 5 લાખ અકોટા સ્થિત પી.એફ ઓફીસમાં સ્વીકાર્યાં અને ગાંધીનગર સીબીઆઇએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. સીબીઆઈ દ્વારા રજનીશની કારમાં પણ તપાસ કરવામાં આવી હતી. લાંચિયા રજનીશ તિવારીએ અન્ય કેટલા લોકો પાસેથી આ પ્રકારે લાંચ લીધે છે કે કેમ તે દિશામાં સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહીં છે. જેને પગલે  પી.એફ ઓફીસના અન્ય કર્મચારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.