વડોદરા : ઓર્બિટ-99 બંગલોઝમાં 31st ની થ્રીડી પાર્ટી મનાવતાં 7 કોલેજિયન સહિત 9 ઝડપાયા, દારૂની બોટલો અને BMW-બ્રેઝા કાર જપ્ત

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ -વડોદરા, મી.રિપોર્ટર,  1લી જાન્યુઆરી.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલથી રસુલાબાદ જવાના રસ્તા ઉપર આવેલા ઓર્બિટ-99 બંગલોઝના મકાન નંબર-92માં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે થ્રીડી પાર્ટી મનાવી રહેલા વડોદરાનાં 7 કોલેજિયન યુવક-યુવતી સહિત 9 વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

PSI એ.જી. પરમારને માહિતી મળી હતી કે, રવાલથી રસુલાબાદ જવાના રસ્તા ઉપર આવેલા ઓર્બિટ-99 બંગલોઝના મકાન નંબર-92માં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે, જે માહિતીના આધારે હેડ કોન્સ્ટેબલ મશુલભાઇ કલાભાઇ સહિતનો સ્ટાફ બંગલા પર પહોંચ્યો હતો. બંગલાને કોર્ડન કરીને દરવાજો ખોલતી તપાસ કરતા મ્યુઝિકના તાલે 6 યુવાનો અને 3 યુવતીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા અને સાથે જમી રહ્યા હતા. પોલીસને સ્થળ પરથી પ્લાસ્ટિકના ગ્લાસ, ભારતીય બનાવટની દારૂની ચાર બોટલ બકાર્ડી રમ અને અબ્સોલ્યૂટ વોડકા સહિતની બોટલો મળી આવી હતી. 

પોલીસે દારૂની મહેફિલ માણી રહેલાં યુવક અને યુવતીઓની ધરપકડ કરવા સાથે 9 મોબાઇલ ફોન, ભારતીય બનાવટની ચાર દારૂની બોટલ, 8 પ્લાસ્ટિકના ગ્લાસ, બ્રેઝા કાર, BMW કાર અને મ્યુઝિક સિસ્ટમ મળી કુલ રૂપિયા 17,55,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામની અટકાયત કર્યાં બાદ કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તમામ સામે દારૂની મહેફિલ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે દારૂની મહેફિલ માણતાં ઝડપી પાડેલાં યુવક-યુવતીઓનાં નામ

1) આલોક શ્રીવાસ્તવ (રહે. 16, રાધે બંગ્લોઝ, ક્રિષ્ણા ટાઉનશિપ પાસે, ગોત્રી, વડોદરા), ધંધો-અભ્યાસ.
2) સિદ્ધાર્થ વિનોદભાઇ ચૌધરી (રહે. ડી-47, લક્ષ્મી નિવાસ, રોઝરી સ્કૂલની બાજુમાં, પ્રતાપગંજ, વડોદરા) ધંધો-અભ્યાસ.
3) જય સુનિલભાઇ શાહ (રહે. એ-203, સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટ, વાસણા-ભાયલી રોડ, વડોદરા), ધંધો-અભ્યાસ.
4) કાર્તિક ભગવાનજી પટેલ (રહે. 401, ચોથો માળ, વર્ધાન કોમ્પ્લેક્ષ, કારેલીબાગ, વડોદરા), ધંધો-નોકરી.
5) અનુજ પ્રવિણભાઇ સહેગલ (રહે. 301, વૈદ્ય રેસિડેન્સી, અલકાપુરી, વડોદરા), ધંધો-અભ્યાસ.
6) મેશ્વા નિકુલભાઇ પટેલ (રહે. 3-બી, જયશ્રી મહાકાળી સોસાયટી, માંજલપુર, વડોદરા) ધંધો-અભ્યાસ.
7) સૌમ્યા પંકજભાઇ અગ્રવાલ (રહે. 401, એરીઝ એલીગંજ, 37-1, અરૂણ નગર, અલકાપુરી, વડોદરા) ધંધો-અભ્યાસ.
8) સિમરન જયેશભાઇ જૈન (રહે. 27, વિઠ્ઠલનગર સોસાયટી, કારેલીબાગ, વડોદરા), ધંધો-અભ્યાસ.
9) જયસિંહ અર્જુનસિંહ દરબાર (રહે. 504, એલ ટાવર, શ્રી સિધ્ધેશ્વરી હીલ, તરસાલી, વડોદરા) ધંધો- ડી.જે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.