વડોદરા, મિ.રિપોર્ટર, ૨૪મી જાન્યુઆરી. 

વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2019-20નું 3554.51 કરોડનું મ્યુનિસિપલ કમિશનરે અજય ભાદુએ ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું.  કમિશનરે અજય ભાદુએ રજુ કરેલા બજેટમાં  પાયાની સુવિધાઓ પાણી, ડ્રેનેજ, વરસાદી કાંસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. વડોદરા શહેરની આસપાસમાં આવેલા ભરૂચ, આણંદ, પાદરા, સાવલી અને ડભોઇ સહિતના સેન્ટરની કનેક્ટિવિટી માટે રેલવે સાથે મળીને માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાણાની અછત ટાળવા માટે અને વિકાસના કામો કરવા માટે 100 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટના મુદ્દા

 • મહાનગરપાલિકા આવક વધારવા માટે પ્લોટનું વેચાણ કરશે, જેમાંથી 133 કરોડ રૂપિયા મિલકત વેચીને આવક ઉભી કરાશે.
 •  આગામી  5 વર્ષમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે, જેમાં મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં ઓછા પ્રેશર થી અને દુષિત પાણી આવવાની ફરિયાદો મળે છે, જેના માટે નેટવર્ક સુધારવાની કામગીરી કરાશે.
 •  સ્માર્ટ સિટી અંતર્ગત HMIS અને હેલ્થ કાર્ડ પ્રોજેક્ટ માટે રૂપિયા 20 કરોડના ખર્ચે કાર્યરત થશે.
 •  ગુમાસ્તા ધારા માટે એક વર્ષે લાઇસન્સ રિન્યુ કરવાની સિસ્ટમ હતી, જે હવે પાંચ વર્ષ કરવામાં આવશે.
 •  આજવા સરોવરમાં પાણીનો ઘટાડો થાય ત્યારે મહીસાગર નદીમાંથી પાણી આજવાને મળી રહે તેવુ આયોજન કરાશે.
 •   રખડતા ઢોરોના ત્રાસ દૂર કરવા માટે ખંટબા ખાતે 1 હજાર ઢોર રહી શકે તેવા પશુધન કેર સેન્ટરનો પીપીપી ધોરણે શરૂ કરાશે, આ ઉપરાંત ઢોર પાર્ટીના કર્મચારીઓની સંખ્યા વધારાશે.
 •  મહાનગરાલિકાની અગાઉની લોન ભરપાઇ થઇ ગઇ છે. પરંતુ વધુ 300થી 400 કરોડની લોન મંજૂર કરીને રાખવામાં આવશે અને તેનો જરૂર પડ્યે ઉપયોગ કરાશે.
 •   ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અલકાપુરીમાં પીપીપી મોડેલથી મલ્ટી લેવલ પાર્કિગ ઉભુ કરાશે, ત્યારબાદ સમગ્ર શહેરમાં શરૂ કરાશે.
 •  5 કરોડના ખર્ચે પબ્લિક બાયસિકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાશે.
 • વડોદરા મહાનગરપાલિકાને ગયા વર્ષે શહેરમાંથી 30 હજાર ફરિયાદો મળી હતી. જેમાં 60 ટકા વાંધા મિલકતોને લગતી ફરિયાદો હતી. જેમાં સુધારા કરવામાં આવશે. જેનાથી ભ્રષ્ટાચાર ઘટશે. લોકોની મુશ્કેલી ઓછી પડશે. અધિકારીઓની સમયની બચત થશે. કોર્પોરેશનની આવકમાં 3થી 4 કરોડનો વધારો થશે.
 • વાસણા અને ભાઇલી વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: