વડોદરામાં 170 ટન ઓક્સિજન સામે 5 ટન ની ઘટ : વડોદરામાં ઓક્સિજનની સ્થિતિને લઇને બેઠક મળી

www.mrreporter.in
Spread the love

વડોદરામાં ઓક્સિજનની સ્થિતિને લઇને મળેલી બેઠકમાં મંત્રી યોગેશ પટેલે કહ્યુંઃ ‘ઓક્સિજનના અભાવે કોઇ દર્દીનું મૃત્યુ નહીં થવા દઇએ, કાલે CMને રજૂઆત કરીશું’

હેલ્થ- વડોદરા, મી.રિપોર્ટર, ૨૪મી એપ્રિલ.

વડોદરામાં 170 ટન ઓક્સિજન સામે 5 ટન ની ઘટ ચાલી રહી છે. ભવિષ્યમાં પણ ઓક્સિજનની ઘટ ઉભી થાય તો તેની ભરપાઈ કેવી રીતે કરવી અને સ્ટોક ને લઈને કેવી રીતે તૈયારી કરવી ? તેને લઈને વડોદરામાં ઓક્સિજનની સ્થિતિને લઇને રાજ્યકક્ષના મંત્રી, ઓએસડી ડો. વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, સાંસદ અને ધારાસભ્યોની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં ઓક્સિજનના મેનેજમેન્ટ બાબતે ચર્ચા થઇ હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે  રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરની હોસ્પિટલોમાં ઓક્સિજન વેડફાટ થાય નહીં તે માટે હોસ્પિટલો સાથે મિટીંગ કરીને જણાવવામાં આવશે અને કોઇપણ દર્દી ઓક્સિજન વિના મરે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. અમે ધારાસભ્યો આવતીકાલે મુખ્યમંત્રીને મળવા માટે જવાના છીએ અને આ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને પુરતી માત્રામાં ઓક્સિજનની માગ કરીશું. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર લેવા વડોદરામાં આવે છે. જેથી ઓક્સિજનની વધુ જરૂરીયાત છે. આખા ગુજરાતમાં સારામાં સારી વ્યવસ્થા વડોદરામાં ઉભી કરી છે. વધારે 2 હજાર બેડની સુવિધા ઉભી કરી શક્યા છીએ. પ્લાઝમા ડોનેટ અંગે પોલીસ કામગીરી કરી રહી છે.આ બેઠકમાં થયેલી ચર્ચાને અંતે આવલા પ્રશ્નો બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

ઓએસડી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, આગામી સમયમાં વડોદરાને ઓક્સિજનની જરૂર પડશે. ત્યારે વડોદરા માટેનો જથ્થો અન્યત્ર ડાયવર્ટ ન થવો જોઇએ. હાલ વડોદરામાં દૈનિક 170 ટન દૈનિક ઓક્સિજનની જરૂર છે. જોકે 170 ટન ઓક્સિજનની જરૂરીયાત સામે 5 ટનની ઘટ આવતા મંત્રીનું ધ્યાન દોર્યું છે. આ ઉપરાંત અમે સયાજી ગોત્રી હોસ્પિટલો અને વિસ્તરણ હોસ્પિટલોના 20 વરિષ્ઠ તબીબોને ગાઈડલાઇનના અમલ માટે નોડલ અધિકારી નિમણૂંક કરી છે. કોવિડની સારવારની વાત કરવામાં આવે તો ઓક્સિજન પણ એક કિંમતી ઔષધ જેવી અને જેટલી જ અગત્યતા ધરાવે છે અને સારવાર દરમિયાન તેના બગાડ કે લિકેજની સંભાવનાઓ અટકાવીને કરકસર ભર્યો વપરાશ જરૂરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.