વડોદરા લોકસભા બેઠક : મતગણતરીનું સીસીટીવીથી મોનિટરિંગ થશે, વીડિયો રેકોર્ડિંગ પણ કરાશે

Spread the love

વડોદરા, રાજનીતિ-મિ.રિપોર્ટર, ૨૧મી મે

દેશમાં લોકસભાની ચુંટણીમાં મતદાનના સાત તબક્કા પૂર્ણ થયા બાદ હવે  23 મેના રોજ ગુરૂવારે લોકસભા ચૂંટણીની મતગણતરી થશે. વડોદરા લોકસભા બેઠકના  પરિણામ માટે પણ વડોદરા જિલ્લા ચૂંટણી દ્વારા  તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.

મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, સવારે 8 કલાકે વિધાનસભા પ્રમાણે મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થશે. ત્યારબાદ 8:30 કલાકે ઇવીએમ કાઉન્ટીંગ શરૂ થશે. જેમાં 7 વિધાનસભા વિસ્તારો માટે અલગ અલગ મત ગણતરી ખંડમાં ગણતરી કરાશે. મતગણતરી વખતે સીસીટીવીથી મોનિટરિંગ કરાશે અને વીડિયો રેકોર્ડિંગ કરાશે. પ્રત્યેક વિધાનસભા માટે કુલ 14 ગણતરી માટેના ટેબલો તથા એક આર.ઓ ટેબલ રહેશે. વડોદરા લોકસભા બેઠકનું પરિણામ સાંજ સુધીમાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મતગણતરીની પ્રક્રિયાના ઓબ્ઝર્વેશન માટે ચૂંટણી પંચ દ્વારા બે જનરલ ઓબ્ઝર્વર નિયુક્ત કરેલ છે. જેમાં એક ઓબ્ઝર્વર સાવલી તથા વાઘોડિયાનું તથા બીજા ઓબ્ઝર્વર બાકીના પાંચ વિધાનસભા માટે ગણતરી તથા સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે. પરિણામની વિગત ન્યુ સુવિધા પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરવામાં આવશે. પરિણામની વિગતો ઓનલાઈન https:/results.eci.gov.in પર જોઈ શકાશે.