વડોદરા લોકડાઉન : ઘરમાંથી કામ વગર બહાર નીકળનાર સામે કડક કાર્યવાહી, 500 વાહનો ડિટેઇન, 7 વેપારીની અટકાયત

Spread the love

હેલ્થ- વડોદરા, મિ.રિપોર્ટર, 23મી માર્ચ

વડોદરામાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા વધીને  6 થઇ જતા જ વડોદરા જીલ્લા કલેકટરના નેજા હેઠળ તમામ ટીમો હાઈ એલર્ટ થઇ ગઈ છે. વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના નવા 3 કેસ નોંધાયા છે. શહેરમાં  3 દિવસનું લોકડાઉન હોવા છતાં લોકો રસ્તા ઉપર નીકળી ગયા હતા. શરૂઆતમાં પોલીસે લોકોને ઘરે પર જવાની અપીલ કરી રહી હતી. પરંતુ બાદમાં પોલીસે વાહનો ડિટેઇન કરવાનું શરૂ કર્યું છે. જેમાં પોલીસે બહાર નીકળેલા લોકોના 500 ટુ-વ્હીલર્સ અને કાર્સ ડીટેઇન કરી છે.  વડોદરા શહેરમાં કામ વગર બહાર નીકળનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

42 મોટા ટ્રાફિક જંક્શનો બંધ કરવામાં આવ્યા

વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન કામ વગર બહાર નીકળનારા સામે કડક કાર્યવાહી કરાશે. અત્યાર સુધીમાં 500 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. 42 મોટા ટ્રાફિક જંક્શનો બંધ કરવામાં આવ્યા અને એસ.આર.પી.ની મદદ લેવાઇ છે. અને આવશ્યક ચીજોની દુકાન સિવાયની દુકાનો ખોલનારા સામે ગુનો નોધવામાં આવશે.  

25 માર્ચ સુધી વડોદરા શહેરમાં જીવનજરૂરીયાત અને આરોગ્ય સિવાયની વિવિધ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે લોકોએ વેપાર-ધંધા બંધ રાખ્યા છે પરંતુ આજે લોકો રસ્તા ઉપર નીકળી ગયા હતા. જોકે પોલીસ લોકોને ઘરે પર જવાની અપીલ કરી રહી છે અને ઘણા લોકોને સમજાવીને ઘરે પણ મોકલ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે દુકાનો બંધ કરવાનું એનાઉન્સમેન્ટ કર્યાં પછી પણ પાદરામાં દુકાન ખુલ્લી રાખતા 7 વેપારીઓની અટકાયત કરવામાં આવી છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)