વડોદરા, ૩જી જાન્યુઆરી. 

વડોદરામાં દેશની બીજા ક્રમાંકની વિશાળ વડોદરા ઈન્ટરનેશનલ મેરોથોનની ૮મી આવૃત્તિ ૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ યોજશે. દેશની બીજી મોટી મેરેથોનમાં અત્યાર સુધીમાં ૯૯૩૦૯ જેટલા રજીસ્ટ્રેશન થઇ ગયા છે. આ વિશાળ મેરોથોનનું ઉદ્દઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી કરશે. 

વડોદરા ઈન્ટરનેશનલ મેરોથોનની ૮મી આવૃત્તિ અંગે ચેરપર્સન શ્રીમતી તેજલ અમીને પત્રકારોને જણાવ્યું હતું કે, ” સ્પોર્ટ્સ, સેવા અને સ્વચ્છતા” ના થીમ પર લોકોમાં જાગૃતિ વધારવાની સાથે સામાજિક કાર્યો કરવા માટે પ્રાયોજિત કરવામાં આવી છે.  આ ઉપરાંત  ” say no to plastic” ના સંદેશને સ્વીકારીને તેના દ્વારા સામાજિક પરિવર્તનને યોગ્ય દિશામાં લઇ જવા માટે અમે કટિબદ્ધ છીએ.  આના માટે જ અમે પ્લાસ્ટિકની વસ્તુઓને કચડી તેને રીસાયકલીંગ કરી પોલીએસ્ટર યાર્ન ફાઈબર્સ તરીકે ઉપયોગમાં લેવા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. 

This slideshow requires JavaScript.

શ્રીમતી તેજલ અમીને વધુમાં જણાવ્યું હતી કે,મેરોથોનના ફ્લેગ ઓફના સમયે ઓમાન દેશના જાણીતા ગાયક અને સંગીતકાર હેતમ મોહમ્મદ રફી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના લોકપ્રિય ભજન ” વૈષ્ણજન તો તેને કહીએ…ભજન ગાશે. તે જ રીતે પરંપરાગત આખ્યાન શૈલીમાં મધુરાષ્ટકમની સંગીતમય રજૂઆત મયંકભાઈ પંડ્યા કરશે. જેઓ માણભટ્ટ રજુ કરશે. આ ઉપરાંત ૨૫૦ જેટલા દિવ્યાંગ બાળકો સંગીતમય ડ્રમ સર્કલ રજુ કરશે. આમાં દિવ્યાંગ માટે એપ્પ પણ લોન્ચ થશે. 

વડોદરા ઈન્ટરનેશનલ મેરોથોનના કો-ચેરમેન સમીર ખેરાએ જણાવ્યું હતું કે, આ વખતે ૯૯૩૦૮ રજીસ્ટ્રેશન નોધાયા છે. ગત વર્ષ ૯૧ હજાર રજીસ્ટ્રેશન હતા. જેનો રેકોર્ડ અમે તોડ્યો છે.  જેમાં ૭૦ જેટલા આંતરરાષ્ટ્રીય દોડવીરો, કોર્પોરેટ ક્ષેત્ર માંથી ૨૪૬૮૪ દોડવીર, ૧૯૫૦ દિવ્યાંગ દોડવીર ભાગ લેશે. આ ઉપરાંત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા કુ. સરિતા ગાયકવાડ પણ મેરોથોનના બ્રાંડ એમ્બેસેડર તરીકે હાજર રહેશે. 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: