વડોદરા હાઈ પ્રોફાઇલ રેપ કેસ: પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ ધરપકડ, ઘરમાંથી દારૂની બોટલ મળી

www.mrreporter.in

ક્રાઈમ-વડોદરા, મી.રિપોર્ટર, 28મી સપ્ટેમ્બર.

વડોદરાના સહીત રાજ્યના રાજકરણમાં હાઈ પ્રોફાઇલ રેપ કેસ બની ગયેલા એવા  ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર સીએ અશોક જૈન અને રાજુ ભટ્ટને પકડવા પોલીસ દોડધામ કરી રહી છે. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે  વડોદરા પી.સી.બી. અને  જુનાગઢ પોલીસના સંયુકત ઓપરેશનમાં જુનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટૃની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય આરોપી સીએ અશોક જૈન ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

પ્રાપ્ત વિગતો મુજબ, ગુનો નોંધાયા બાદ આરોપી રાજુ ભટ્ટ પોલીસથી બચવા માટે કચ્છના ગાંધીધામ સહીત અન્ય જગ્યામાં છુપાઈ ને રહેતો હતો. પોલીસ ને તેની બાતમી મળતાં  જ તેને પકડવા માટે એક ટિમ  સૌરાષ્ટ્ર તરફ રવાના  થઇ હતી. જ્યાં જુનાગઢ પોલીસ ને બાતમી મળતાં  નાસ્તા ફરતાં  આરોપી રાજુ  ભટ્ટ ને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જુનાગઢ પોલીસના સાથેના સંયુકત ઓપરેશનમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને  વડોદરા પી.સી.બી ની ટીમે આરોપી રાજુ  ભટ્ટ ની જુનાગઢ થી ધરપકડ કરી હતી.

www.mrreporter.in

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપી રાજુ  ભટ્ટની ધરપકડ કરતા પહેલા રાજુ ભટ્ટના વેવાઇના પુત્ર હર્ષીતને વડોદરા બોલાવી તેની સઘન પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના વેવાઇનો પુત્ર ફરિયાદ નોંધાઇ ત્યારે પણ વડોદરામાં હોવાની પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી જેથી પોલીસે વેવાઇના પુત્રની પૂછપરછ કરી મહત્વની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત પોલીસે સમન જારી કરીને રાજુ ભટ્ટના વેવાઇના પરિવારને સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.

તો બીજી તરફ પોલીસે સોમવારે મોડી સાંજથી પોલીસની ટીમ રાજુ ભટ્ટના નિઝામપુરા, મિલનપાર્ક સોસાયટી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી અને તેની 3 કાર કબજે લેવાની સાથે મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા. જ્યારે તેના બેડરૂમમાંથી બ્રાન્ડીની બોટલ પણ મળી હતી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply