વડોદરાના હવાલા કૌભાંડની તપાસનો રેલો પહોંચ્યો કચ્છ, બોર્ડર નજીક 6 મસ્જિદોમાં SITની સઘન તપાસ

Spread the love

વડોદરા- મી.રિપોર્ટર , 7મી  સપ્ટેમ્બર. 

દુબઈથી આવતા ભંડોળના કેસમાં તપાસનો રેલો કચ્છમાં આવેલી ભારત-પાકિસ્તાનની બોર્ડર સુધી પહોંચ્યો છે. હવાલા કાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ કચ્છમાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલી છ મસ્જિદો સુધી પહોંચી ગઈ છે. SIT દુબઈથી આવતા રૂપિયાના કેસમાં તપાસ કરી રહી હતી, જેમાં હવાલા કાંડનું દુબઈથી ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

પોલીસ સૂત્રો માંથી માહિતી મુજબ, લાખો રૂપિયા અને ડોનેશનના નામે હવાલા કાંડ ચલાવાતો હતો, જેમાં છ મસ્જિદો દ્વારા મદરેસા પણ ચલાવવામાં આવતા હતા. આ મસ્જિદો ભારત સાથે જોડાયેલી પાકિસ્તાનની બોર્ડરથી ઘણી જ નજીકમાં આવેલી છે. પોલીસે આ મસ્જિદના સંચાલકો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે તેમને આ ફંડ સલાઉદ્દીન શેખ પાસેથી મળતું હતું. જે હવાલા રેકેટનો મુખ્ય આરોપી છે.

સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરાયેલી તપાસમાં જે મસ્જિદોના નામ સામે આવ્યા છે તેમાં મોટા દીનારાની મોહમ્મદી મસ્જિદ, ખાવડામાં આવેલી મસ્જિદ-એ-સલીમ અક્લી, મસ્જિદ-એ-બિલાલ, મસ્જિદ-એ-અમીન, ઝક્કરિયા વાસમાં આવેલી મસ્જિદ-એ-આઈશા અને નખત્રાણા ગામમાં આવેલી મસ્જિદ-એ-આક્શાનો સમાવેશ થાય છે.

પોલીસનો દાવો છે કે હવાલા કાંડ સહિત ધર્મ પરિવર્તનના રેકેટ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.  પોલીસ પાસે મસ્જિદના નામે જેમણે રૂપિયા સ્વીકાર્યા છે તેમના નિવેદનો છે. સલાઉદ્દીન શેખ દ્વારા રૂપિયા મોકલવા માટે આફ્મી ટ્રસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે અમે સામાજિક સેવાના નામે આ મસ્જિદોને મોકલવામાં આવતા ફંડ અને શેખના રૂપિયા મોકલવાના રૂટ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

%d bloggers like this: