વડોદરામાં લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા ટ્રાન્સજેન્ડર ડેની ઉજવણી, દેશવાસીઓને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી

વડોદરા- મિ.રિપોર્ટર, ૧૭મી એપ્રિલ

પાંચ વર્ષ પહેલા એટલેકે  ૧૭મી એપ્રિલ-2014માં ટ્રાન્સજેન્ડર તરીકે મળેલી માન્યતા અને પ્રથમ વખત ચૂંટણી કાર્ડમાં ફિમેલની જગ્યાએ અધર લખાઇને મળેલા ચૂંટણી કાર્ડ માટે આજે વડોદરા શહેરના ટ્રાન્સજેન્ડરોએ કેક કાપીને ઉજવણી કરી હતી. ટ્રાન્સજેન્ડરોએ વડોદરા સહિત દેશવાસીઓને વધુમાં વધુ મતદાન કરવા અપિલ કરી હતી.

વડોદરાના ટ્રાન્સજેન્ડરોના બનેલા લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા આજે વારસીયા રીંગ રોડ ઉપર આવેલી ટ્રસ્ટની ઓફિસમાં 5 વર્ષ પૂર્વે ટ્રાન્સજેન્ડરોને મળેલા દરજ્જાની કેક કાપીને ઉજવણી કરી હતી. ટ્રાન્સજેન્ડર ડેની ઉજવણીમાં વડોદરાના ટ્રાન્સજેન્ડરો જોડાયા હતા. અને કેક એકબીજાને ખવડાવી ઉજવણી કરી હતી.

ટ્રાન્સજેન્ડર ડેની ઉજવણી સાથે ટ્રાન્સજેન્ડરોએ પ્રથમ વખત ચૂંટણી કાર્ડમાં ફિમેલની જગ્યાએ લખાઇને આવેલ અધર દરજ્જાની પણ ઉજવણી કરી હતી. ટ્રાન્સજેન્ડર આકૃતિ પટેલ અને માનવી વૈષ્ણવે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ચૂંટણી કાર્ડમાં ફિમેલ લખાઇને આવતું હતું. પરંતુ, હવે અધર લખાઇને આવતા અમે ખૂશ છે. અમે અધર લખાઇને આવેલા ચૂંટણી કાર્ડ બાદ પ્રથમ વખત મતદાન કરીશું. અમે લોકોને પણ અપિલ કરીએ છે કે, લોકો વધુમાં વધુ મતદાન કરે.

ઉલ્લેખનિય છે કે, પુરૂષમાંથી સ્ત્રી બનેલા વ્યક્તિઓએ વર્ષો સુધી ટ્રાન્સજેન્ડરનો દરજ્જો આપવા માટે લડત ચલાવી હતી. લાંબી લડત બાદ તા.17-4-2019ના રોજ એટલે કે, આજના દિવસે સુપ્રિમ કોર્ટે પુરૂષમાંથી સ્ત્રી બનેલા વ્યક્તિઓને ટ્રાન્સજેન્ડરનો દરજ્જો આપવાનો હુકમ કર્યો હતો.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: