5 કિ.મી., 10 કિમી., 21 કિ.મી. અને 42 કિ.મી.ની 4 કેટેગરીમાં મેરથોન યોજાઇ : 1950 દિવ્યાંગો, 70 આંતરરાષ્ટ્રીય દોડવીરો સહિત ૧ લાખ  લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
60 જેટલા અગ્રણી લોકો મેરેથોનમાં મશાલ લઇને દોડ્યા : મેરોથોનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ ને ઉમંગ જોવા મળ્યો 

વડોદરા, મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી જાન્યુઆરી. 

એઇમ્સ માટે વડોદરાના ધારાસભ્યોએ જે રજૂઆત કરી હતી. તેને અમે ધ્યાને લીધી છે. હવે વડોદરાની સરકારી હોસ્પિટલોને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. હું આજે યોજાનાર  LRDના પરીક્ષાર્થીઓઓને શુભેચ્છા આપુ છું,  એમ  વડોદરા ઇન્ટનેશનલ મેરેથોનને આજે સવારે પ્રસ્થાન કરાવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ અત્રે જણાવ્યું હતું. 

 વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન લોકોમાં ઉત્સાહ, ઉંમગ અને જુસ્સો વધારે છે એમ જણાવતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, વડોદરાવાસીઓને હું નવા વર્ષની શુભેચ્છા આપુ છું. એક સાથે વડોદરા બધાને સાથે લઇને દોડતુ હોય ત્યારે, સૌનો સાથ સૌનો વિકાસની પ્રતિતી કરાવે છે. મેરેથોનમાં આજે દિવ્યાંગો, સિનિયર સિટીઝનો અને નામાંકિત વ્યક્તિઓ એક સાથે દોડ્યા છે. વડોદરામાં યોજાતી મેરેથોન, રમત-ગમત ઉત્સવ, વાઇબ્રન્ટ જેવા કાર્યક્રમોથી ગુજરાત ધબકતુ રહે છે. સંસ્કારનગરી વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે મજબૂતી આપીને વિકાસની હરણફાળ ભરી છે.

This slideshow requires JavaScript.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  વડોદરાએ દુનિયામાં આગવી ઓળખ ઉભી કરી છે. વડોદરા, રાજકોટ, સુરતમાં જે રીતે વિકાસ વધી રહ્યો છે. તેની આ સાક્ષી પુરે છે. આપના બધાના સહિયારા પ્રયાસોથી વડોદરા સહિત ગુજરાત વિકાસ કરી રહ્યું છે. આજે મેરેથોનમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ રહ્યાં છે, તે બતાવે છે કે, લોકો વિકાસ ઇચ્છી રહ્યા છે. વડોદરા મેરેથોન ગુજરાતનું રોલ મોડેલ બની ગઇ છે.

LRDની પરીક્ષા અને મેરેથોનને લઇને સુરક્ષા ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત

મેરેથોન અને એલઆરડી પરિક્ષાને અનુલક્ષી 6 ડીસીપી, 10 એસીપી, 25 પીઆઇ, 100 પીએસઆઇ, 1500 પોલીસ કર્મીઓ, 400 ટીઆરબી જવાનો અને 900 હોમગાર્ડનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મેરેથોનના રૂટમાં એક તરફનો રસ્તો બંધ રખાયો છે અને લોકોને અગવડ ના પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવાઇ છે. એલઆરડી પરિક્ષામાં 45 હજાર ઉમેદવારો જુદા જુદા જીલ્લાઓમાંથી આવશે અને મેરેથોન રૂટ પર ઘણા પરિક્ષા કેન્દ્રો આવેલા હોવાથી પરિક્ષાર્થીને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચવામાં કોઇ તકલીફ ના પડે તે માટે શહેર પોલીસે 10 હેલ્પડેસ્ક સેન્ટર શરૂ કર્યા છે, જેમાં 4 પોલીસ જવાન બાઇક સાથે તથા 1 જીપની વ્યવસ્થા કરાઇ છે.

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: